આ બાળ કાલાકારોની સામે ફીકો છે બોલીવુડ સ્ટાર્સ નો જલવો, નાની ઉંમરમાં કરે છે કરોડોની કમાણી..

જો તમારી પાસે ટેલેન્ટ છે તો કોઈ તમારી પાસેથી તે છીનવી નહીં શકે અને જો આપણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરી રહ્યા છીએ, તો ટેલેન્ટના આધારે તમારા પર પૈસા પણ વરસશે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતી વ્યક્તિની અંદરના ટેલેન્ટ તેની ફી નક્કી કરે છે અને ઇન્ડસ્ટ્રીમાં એક કરતા વધારે ટેલેન્ટ સ્થાયી થયા છે. તેમને તક મળે તેવામાં માત્ર વિલંબ છે. ઘણા કલાકારો બાળ કલાકાર તરીકે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરે છે. નાની ઉંમરમાં જ મોટા કારનામા કરી જાય છે. ટીવી-બોલિવૂડ સ્ટાર્સ આ ચિલ્ડ્ર સ્ટાર્સની સામે ઝાંખા પડી ગયા છે. તેમની ફી જાણીને તમે પણ વિચારશો કે જો તેઓ આટલી નાની ઉંમરે આટલા પૈસા કમાય છે. તો મોટા થઈને આ બાળકો શું કરશે.
આ ચિલ્ડ્ર સ્ટાર્સની સામે ફીકો છે ટીવી-બોલીવુડ સ્ટાર્સ નો જલવો
આજકાલ ફિલ્મો માં બાળકોના કામને નોટીસ કરવામાં આવે છે જો કામ સારું કરશો, નોટીસ પણ કરવામાં આવશે અને નિર્માતાઓએ તેમની ફી પણ સારી આપવી પડશે.
હર્ષ મયાર
હર્ષ મયારે 2011 ની ફિલ્મ ‘આઈ એમ કલામ’ માં એક શક્તિશાળી પાત્ર ભજવ્યું હતું કે તેમને આટલી નાની ઉંમરે લોકપ્રિયતા મળી હતી. તેને માત્ર 21 દિવસના શૂટિંગ માટે લગભગ 1 લાખ રૂપિયા ફી મળી હતી. આ પછી તે રાની મુખર્જીની ફિલ્મ હિંચકીમાં જોવા મળ્યો હતો.
હર્ષાલી મલ્હોત્રા
દબંગ સલમાન ખાન ની સુપરહિટ ફિલ્મ બજરંગી ભાઈજાન માં તમને મુન્ની તો યાદ જ હશે. કદાચ જ કોઈ હશે જે હર્ષાલીને ભૂલી ગયું હોય અને તેની માસૂમિયત પર ફિદા ના થયા હોય. હર્ષાલી આ ફિલ્મ ના સિવાય ઘણા વિજ્ઞાપન માં પણ જોવા મળી છે. હર્ષાલી દેખતા જ દેખતા ઓવરનાઈટ સેન્સેશન બની ગઈ હતી અને હર્ષાલીની ફી હવે લાખો માં છે. જેને નિર્માતાઓ હસતા હસતા આપે છે. હર્ષાલી માત્ર 7 વર્ષની ઉંમરમાં આટલી મોટી રકમ કમાય રહી છે.
દીયા ચાલવાડ
દીયા ચાલવાડે ફિલ્મ પિઝા અને રોકી હેન્ડસમ સારું કામ કર્યું હતું. તમે આ વાત થી શોક થઇ શકો છો કે તેમને એક દિવસ ફિલ્મની શુટિંગ માટે 25,000 રૂપિયા આપવામાં આવે છે. વિજ્ઞાપનોમાં કામ કરવા માટે તેમને 50 થી 60 હજાર રૂપિયા સુધી મળે છે.
દર્શીલ
વર્ષ 2007 માં આવેલ ફિલ્મ તારે જમીન પર આ નાનો એક્ટર દર્શીલ છે. જેમને આમીર ખાન ના અભિનય ને ટક્કર આપી હતી. દર્શીલ એ આ ફિલ્મ ના સિવાય બમ-બમ ભોલે, બ્રધર્સ અને ઢીશુમ જેવી ફિલ્મ માં પણ કામ કર્યું છે. દર્શિલને શૂટિંગના 6 દિવસ માટે 30 હજાર રૂપિયા મળે છે.
સારા અર્જુન
સારા અર્જુન છેલ્લે ફિલ્મ સિક્રેટ સુપરસ્ટારમાં જોવા મળી હતી. તે એશ્વર્યા રાય બચ્ચનની સાથે ફિલ્મ જાઝબામાં પણ જોવા મળી હતી. આ સિવાય ટૂંક સમયમાં તે ઇરફાન ખાન સાથે હોલીવુડની એક ફિલ્મમાં પણ જોવા મળશે.
મિખાઇલ ગાંધી
ફિલ્મ સચિન ધ બીલીયન ડ્રીમ્સ માં સચિન તેંડુલકરનું બાળપણનું પાત્ર ભજવનારા બાળ કલાકાર મિખાઇલ ગાંધીએ ખુબ જ સારો અભિનય કર્યો હતો. આ ફિલ્મ માટે તેની પસંદગી 300 બાળકોમાંથી કરવામાં આવી હતી અને આમાંથી તમે કેટલી ફી મેળવશો તેનો ખ્યાલ આવી શકે છે. મિખાઇલને એક ફિલ્મ માટે 1 થી 2 લાખ રૂપિયા અને દરેક જાહેરાત માટે 30 થી 50 હજાર રૂપિયા ચુકવવામાં આવે છે.