શું પતિ પણ રાખી શકે છે કરવાચૌથનું વ્રત, જાણો તેની સાથે જોડાયેલા કેટલાક નિયમો

દર મહિનાની કાર્તિક મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના રોજ કરવાચોથનો તહેવાર ઉજવવામાં આવે છે. પરિણીત મહિલાઓ માટે આ વ્રત ખુબ જ ખાસ ગણાય છે. તેઓ દર વર્ષે તેની આતુરતાથી રાહ જોતા હોય છે. આ દરમિયાન મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. ત્યારબાદ રાત્રે જ્યારે ચંદ્ર નીકળે છે, તો તેની પુજા કર્યા બાદ પતિના હાથથી પાણીનું સેવન કરીને વ્રત ખોલે છે.
આ વર્ષે કરવાચોથનું પર્વ 24 ઓક્ટોબર રવિવારનાં રોજ આવી રહેલ છે. તેવામાં તમને બધા લોકોને આ વ્રતના બધા નિયમો માલુમ હોવા જોઈએ. જો તમે બીમાર છો અથવા કોઈ વિશેષ સ્થિતિ છે, તો તમારી જગ્યાએ તમારા પતિ પણ આ વ્રત રાખી શકે છે. આ વ્રત સાથે જોડાયેલી અમુક નિયમો છે, જેનું પાલન દરેક મહિલાએ કરવાનું હોય છે. આ નિયમ અમે તમને આજના લેખમાં જણાવીશું.
કરવાચોથ વ્રતના નિયમ
સુર્યોદય થયા પછી જ કરવાચોથ વ્રત શરૂ થાય છે. તેવામાં તમે સુર્ય નીકળ્યા પહેલા કંઈ પણ ખાઈ શકો છો. એ જ કારણ છે કે સુર્યોદય પહેલા બધા ઘરમાં મીઠી ખીર અને ડ્રાયફ્રૂટ ખવડાવવામાં આવે છે. તેને ખાવાથી મહિલાની અંદર દિવસભર માટે એનર્જી જળવાઈ રહે છે. ત્યારબાદ તે સરળતાથી વ્રત કરી શકે છે.
જો કોઇ મહિલાનું પહેલું કરવાચોથનું વ્રત છે, તો વ્રતમાં તેણે ફળ અને પાણી ગ્રહણ કરેલ છે. આવી સ્થિતિમાં તે અન્ય કરવાચોથ વ્રત પર નિરાહાર અથવા નિર્જળ અથવા ફળ આહાર લઈને કરી શકે છે. નિયમ અનુસાર ભારતમાં મહિલાઓ આકાશમાં ચંદ્ર ન દેખાય ત્યાં સુધી પાણી ગ્રહણ કરી શકતી નથી, પરંતુ જો મહિલા બીમાર છે તો તે પાણીનું સેવન કરી શકે છે.
આ વ્રતને સામાન્ય રીતે પરણિત મહિલાઓ જ કરે છે. જોકે જે યુવતીઓના લગ્ન નક્કી થઈ ગયા હોય તેવો પણ આ વ્રત રાખી શકે છે. જો કુંવારી યુવતીઓએ આ વ્રત કરે તો તેઓ ચંદ્ર ને બદલે તારાઓને જોઈને પણ વ્રત ખોલી શકે છે. શાસ્ત્રો અનુસાર જો કોઈ કરવાચોથ પર મહિલા બીમાર થઈ જાય છે તો તેનું વ્રત પતિ પણ રાખી શકે છે. વળી આજના મોર્ડન જમાનામાં ઘણા પતિ પણ પોતાની પત્ની માટે આ વ્રત રાખે છે.
વ્રતના દિવસે કરવાચોથ ની કથા અવશ્ય સાંભળવી જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઇ રહે છે. વળી મહિલાઓને સંતાન સુખ પણ પ્રાપ્ત થાય છે. વ્રતની કથા સાંભળતા સમયે તમારી પાસે આખું અનાજ અને મીઠાઈ હોવી જરૂરી છે. વળી કથા સમાપ્ત થયા બાદ વહુ પોતાની સાસુને પુજાની સામગ્રી આપે છે.
કરવાચોથનું વ્રત રાખવા દરમિયાન મહિલાઓ એક કાળા અથવા સફેદ રંગના કપડા પહેરવાથી બચવું જોઈએ. આ દિવસે તમે લાલ અને પીળા જેવા ચમકદાર રંગના કપડાં પહેરી શકો છો. સાથોસાથ સફેદ ચીજોનું દાન કરવાથી પણ બચવું જોઈએ.
ચંદ્ર દેખાયાનાં ૧ કલાક પહેલા શિવ પરિવારની પુજા કરવી જોઈએ. પુજા કરતા સમયે તમારું મુખ પુર્વ દિશામાં હોવું જોઈએ. પુજા પૂર્ણ થયા બાદ જ્યારે ચંદ્ર નીકળે છે, તો ચંદ્ર પુજન કરી અર્ધ્ય આપવું જોઈએ. ત્યારબાદ પતિના લાંબા આયુષ્યની પ્રાર્થના કરો અને તેને તિલક લગાવો. ત્યારબાદ પતિ અને ઘરના અન્ય વડીલોના આશિર્વાદ લો. અંતમાં પતિના હાથથી પાણીનું સેવન કરીને ઉપવાસ ખોલવો જોઈએ.