ભાડલાની ગેલમાએ અડધી રાત્રે આ દંપતીના ગાડાના તૂટી ગયેલા ધરાને તૈયાર કરીને આપ્યો પરચો

આખા દેશમાં જુદી જુદી જગ્યાએ ઘણા દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે, અને કેટલાક મંદિરો પાછળ ઘણા બધા રહસ્યો પણ રહેલા છે. આજે આપણે એક એવા જ મંદિર વિષે અને ત્યાંના પરચા વિષે વાત કરીશું.
આ મંદિર એટલે ભાડલાનું ગેલ માં નું મંદિર અને તેના ઇતિહાસ વિષે. આ વાતની શરૂઆત ઘણા સમય પહેલાની છે, એક દિવસે રાતના સમયે સારંગ પૂર અને ખાટલા વચ્ચે કેટલાક ટેકરી વારો વિસ્તાર આવેલો છે અને ત્યાં એક ઘાંચી પરિવાર રહેતો હતો.
તે રાત્રે આ પરિવાર ગાડા લઈને નીકળે છે અને આ ગાડામાં કેટલાક બાળકો પણ છે, એ વખતે તેમના ગાડાનું એક ધરો તૂટી ગયો હતો અને રાત પણ થઇ ગઈ હતી. અજાણ્યા વ્યક્તિ જે બાઈને પર આવતો હતો તેણે કહ્યું આગળ જવાય એમ નથી કેમ કે તે વખતે ચોરોની બીક વધારે હતી.
તો તેઓ આગળ જઈ શકે તેમ નોહતા અને તેથી આ પરિવાર તેમના બાળકોને લઈને ત્યાં એક બાજુએ બેસ્યા અને વાતો કરતા હતા કે અહીંયા કોઈને બોલાવીએ તો આવે ખરું. એવું હોય તો આજુબાજુના ગામમાં કે આજુબાજયુએ કોઈ માતાજી બેસ્યા હોય તો તેમને યાદ કરો, તો વ્યક્તિએ એવું કહ્યું કે મેં પહેલા જ માં ગેલને યાદ કર્યા છે. એટલામાં એશી વર્ષના ડોશી આવ્યા અને આ વ્યક્તિને પૂછ્યું કેમ રડો છો,
તો આ વ્યક્તિએ એવું કહ્યું કે માં નાના નાના ત્રણ બાળકો છે અને અમારા ગાડાનો ધરો તૂટી ગયો છે. જેથી અમે આગળ પણ નથી જઈ શકતા અને પાછા પણ નથી જઈ શકતા અમને ચોરોની બીક લાગે છે. તો આ ડોશી માએ એવું કહ્યું કે મારી પાસે આ લાકડી છે એને ધારાની જગ્યાએ લગાવી દે, તો આ વ્યક્તિએ આ લાકડી લગાવી દીધી અને દોશીએ એવું કહ્યું કે આ લાકડી કોઈ દિવસે કાઢતો નહિ, આટલું કહીને આ ડોશી થોડી જ વારમાં ક્યાંય જતા રહ્યા હતા. તો આ દંપતી સમજી ગયા કે તેમની મદદ કરવા માટે માં આવ્યા છે.