બોલીવુડની આ 6 અભિનેત્રી છે ખુબ જ અભિમાની, નંબર-4 નું નામ જાણીને વિશ્વાસ નહીં આવે

થોડા દિવસ પહેલા જ બિગ બોસ-14 નો ખિતાબ પોતાના નામે કરવા વાળી રૂબીના દિલેકનાં વ્યવહારથી સોશિયલ મીડિયા પર તેમની ઘણી આલોચના થઈ રહી છે. તેને અભિમાની કહેવામાં આવી રહી છે. હકીકતમાં હાલમાં જ જ્યારે રૂબીના ને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી તો તેમણે ફોટોગ્રાફર્સ સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો. હવે લોકો કહી રહ્યા છે કે થોડો ફેમ મળતા જ તેને ઘણું અભિમાન આવી ગયું છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ પહેલા પણ બોલીવુડમાં ઘણા મોટા કલાકાર લોકો સાથે અભદ્ર વ્યવહાર કરી ચુક્યા છે. ચાલો આજે અમુક એવા જાણીતા કલાકારો વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
કંગના રનૌત
અભિનેત્રી કંગના રનૌત પોતાના તીખા વલણ માટે જાણીતી છે. તે દરેક મુદ્દા પર બિન્દાસ બોલવાની તાકાત ધરાવે છે. ક્યારેક પોતાના નિવેદનથી કંગના પોતાના ચાહકોને ખુશ કરી દે છે, તો ઘણી વાર તેણે ટ્રોલ પણ થવું પડે છે. એક વખત અભિનેત્રીએ બધા ફ્લાઇટ એટેન્ડર ને પરેશાન કરી દીધા હતા. જાણકારી પ્રમાણે કંગના એક વખત સતત ખાવા માટે એર હોસ્ટેસ ને પરેશાન કરી રહી હતી. કંગનાને લઈને એવા પણ ખબર છે કે તે ઘણી વાર ફિલ્મોનાં સેટ પર પણ સ્ટાફ સાથે અભદ્ર વ્યવહાર પણ કરી ચુકી છે.
સલમાન ખાન
અભિનેતા સલમાન ખાન પોતાના ગુસ્સા માટે જાણીતા છે. તે ક્યારેક મીડિયા સાથે ગેરવર્તણુંક કરતા દેખાય છે, તો ક્યારેક બોલીવુડ કલાકારો સાથે વિવાદમાં પડે છે. જો કે સલમાને પોતાના ચાહકોને પણ નથી છોડ્યા. જણાવવામાં આવે છે કે એકવાર સલમાન ખાને પોતાના એક ફેનને તસવીર લેવા ધક્કો મારી દીધો હતો. વળી એક વખત મુંબઈના રસ્તા પર જ્યારે એક ફેન તેની તસવીર લઇ રહ્યો હતો એક્ટરે તેનો ફોન ખેંચીને ફેંકી દીધો હતો. આ હરકતને કારણે સલમાને ઘણી આલોચના સામનો કરવો પડ્યો હતો.
મલ્લિકા શેરાવત
બોલિવુડની સુંદર અભિનત્રીમાં સામેલ રહેલી મલ્લિકા શેરાવતની અદાઓના દરેક લોકો દિવાના છે. મલ્લિકાનો કિસ્સો ફિલ્મની શુટિંગ સાથે જોડાયેલો છે. તેમને લઈને કહેવામાં આવે છે કે તે જાતે જ શોર્ટ ઓકે કરે છે. જેનાથી ક્રુ મેમ્બર્સ અને ડાયરેક્ટર્સ પરેશાની થાય છે. વળી એક વખત મલ્લિકાએ એક આઇટમ સોંગમાં ગુલશન ગ્રોવર, રાજપાલ યાદવ, ઓમ પુરી અને જોની લીવર જેવા કલાકારો સાથે ડાન્સ કરવાથી ઇનકાર કરી દીધો હતો. આ કિસ્સો ફિલ્મ ‘બિન બુલાયે બારાત’ નો હતો.
ઐશ્વર્યા રાય બચ્ચન
બોલિવુડની સૌથી સુંદર અને જાણીતી અભિનત્રીમાંથી એકનાં રૂપમાં ગણાતી એશ્વર્યા રાય બચ્ચન જ્યારે એક વખત કોઈ એનજીઓના ફંકશનમાં પોતાની દીકરી આરાધ્યા સાથે પહોંચી તો ફોટો સેશન દરમિયાન લોકોએ જે જોયું તે લોકોને જરા પણ પસંદ ન આવ્યું. હકીકતમાં કાર્યક્રમમાં જ્યારે એક બાળકી આરાધ્યા ની સામે આવીને ઊભી રહી ગઇ તો એશ્વર્યાએ તેને ધક્કો આપીને દુર કરી દીધી હતી. એશ્વર્યાની આ તસ્વીર ખુબ જ વાયરલ થઇ હતી. ચાહકોને એશ્વર્યાની આ હરકત જરા પણ ગમી ન હતી. વળી એક વખત એશ્વર્યાએ ફ્લાઈટમાં પણ ખાવાને લઈને નખરા કરી ચુકી છે.
કરીના કપુર ખાન
થોડા દિવસ પહેલા જ બીજા બાળકને જન્મ આપવા વાળી સુંદર અને સારી અભિનેત્રી કરિના કપુર ખાન પણ હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં જળવાઈ રહે છે. જ્યારે કરિના એ ફિલ્મ ‘હિરોઈન’ સાઈન કરી હતી, તો આ સાથે તેમણે ડાયરેક્ટર મધુર ભંડારકરની સામે શરત રાખી હતી કે તે માત્ર એ-લિસ્ટ એક્ટર સાથે જ તેમની ફિલ્મમાં કામ કરશે. પરંતુ કરીનાની ઓપોઝિટ મધુર ફિલ્મમાં અભિનેતા ઈમરાન હાશ્મીને પસંદ કરી ચુક્યા હતા. કરીનાની શરત બાદ ઇમરાનને બહારનો રસ્તો જોવા પડ્યો હતો. આ ઉપરાંત કરિનાને કારણે મધુર ભંડારકરે ફિલ્મની સ્ક્રિપ્ટ પણ બદલવા પડી હતી.
કેટરિના કૈફ
પોતાની અદાઓથી લાખો દિલને જીતવા વાળી જાણીતી અભિનેત્રી કેટરીના કૈફનાં નખરા પણ કંઈ ઓછા નથી. એકવાર ફ્લાઈટમાં કેટરીના એરહોસ્ટેસ સાથે ઘણી ગેરવર્તણુંક કરી ચુકી છે. હકીકતમાં કેટરીના ફ્લાઈટમાં સીટ બેલ્ટ બાંધ્યા વગર ઊંઘ લઈ રહી હતી. જ્યારે એર હોસ્ટેસની નજર કેટરીના પર પડી તો તેણે અભિનેત્રીને ઊંઘથી જગાડીને સીટબેલ્ટ લગાવવા માટે કહ્યું. પરંતુ કેટરિના તેના પર ભડકી ગઈ. કેટરીના એ એરહોસ્ટેસને ઘણી ખરી ખોટી સંભળાવી હતી. પોતાની ભુલનો અનુભવ થતા એરહોસ્ટેસે અભિનેત્રી પાસે માફી માંગી લીધી ત્યારે જઈને મામલો શાંત થયો હતો.
પ્રિયંકા ચોપડા
હિન્દી સિનેમાથી લઈને હોલિવુડ સુધીની દુનિયામાં નામના મેળવી ચુકેલી સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપડા પણ હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં જળવાઈ રહે છે. એકવાર પ્રિયંકા ફ્લાઈટમાં પોતાના કો-પેસેન્જર સાથે અભદ્ર વ્યવહાર કરી રહી હતી. હકીકતમાં ફ્લાઈટ ટેક ઓફ નાં સમયે પ્રિયંકા સતત પોતાના ફોન પર વાત કરી રહી હતી. તેવામાં એક યાત્રીથી રહી શકાયું નહિ અને તેમણે પ્રિયંકાને એવું ન કરવા અને પોતાનો ફોન બંધ કરવા માટે કહ્યું હતું. જવાબમાં અભિનેત્રીએ તે યાત્રી સાથે ગેરવર્તણુંક કરી હતી.