મોબાઈલ ચાર્જ કરતી વખતે રાખો સાવધાની, આ 4 વાતનું રાખશો ધ્યાન તો બેટરી નહીં થાય ખરાબ

આજના સમયમાં મોટા ભાગના તમામ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. દિવસભર મોબાઈલનો ઉપયોગ કર્યા પછી તેની બેટરી પૂરી થઈ જતાં મોબાઈલ ફરીથી ચાર્જ કરવો પડે છે. કેટલાક લોકો મોબાઈલ ચાર્જ કરતી વખતે આવી ભૂલો કરે છે, જેના લીધેવ તેમને નુકસાન સહન કરવું પડી શકે છે. એટલું જ નહીં, મોબાઈલને ખોટી રીતે ચાર્જ કરવાથી બેટરી પણ થઈ શકે છે. અમે તમને મોબાઈલ ચાર્જ કરતી વખતે વારંવાર કરેલી ભૂલો વિશે માહિતી આપી રહ્યા છીએ જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે.
ઓરિજીનલ ચાર્જરનો ઉપયોગ કરો
ફોનની બેટરીને ખરાબ થવાથી બચાવવા અને લાંબા સમય સુધી ચલાવવા માટે હંમેશાં તમારા સ્માર્ટફોનને ઓરિજીનલ ચાર્જરથી જ ચાર્જ કરવાનું રાખો. જો તમે ફોનને બીજા અથવા સ્થાનિક ચાર્જરથી Mobile ચાર્જ કરો છો, તો પછી તે તમારા ફોનની બેટરીને અસર કરે છે. સતત આમ કરવાથી તમારા ફોનની બેટરીને પણ નુકસાન થઈ શકે છે. તેથી ફોન સાથે આવતા ચાર્જરનો જ ઉપયોગ કરો.
ઓવર ચાર્જિંગથી 100 % બેટરી ખરાબ થાય છે
ઘણા લોકો સુવાના સમયે પોતાનો સ્માર્ટફોન ચાર્જિંગમાં મુકીને સૂઈ જાય છે અને તેના પછી સવારે ચાર્જમાંથી કાઢે છે. ઓવર ચાર્જિંગથી તમારો ડિવાઈસ હીટ થઈ શકે છે અને લાંબા સમય સુધી આમ કરવાથી બેટરી ખરાબ થવાની ખુબ જ વધારે સંભાવના રહે છે. એટલા માટે આવું ક્યારેય ન કરો.
કવર વિના ફોન ચાર્જ કરો
ઘણી વાર લોકો કવર સાથે ફોન ચાર્જ કરવા માટે મૂકે છે, પરંતુ હકિકતમાં એમ ન કરવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે મોબાઇલ કવર સાથે ફોન ચાર્જિંગમાં મુકવાથી બેટરી પર દબાણ આવે છે અને ખામી થવાની સંભાવના વધી જાય છે. તેથી જ્યારે પણ તમે ફોનને ચાર્જ પર રાખો છો, ત્યારે કવરને દૂર કરો.
ચાર્જિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરો
જ્યારે તમે તમારો મોબાઈલ ચાર્જિંગમાં મુકો છો ત્યારે મોબાઈલનો ઉપયોગ ન કરો. આમ કરવાથી તમારા ફોનની બેટર ઉપર ખુબ નકારાત્મક અસર થાય છે. ચાર્જિંગ કરતા સમયે ગેમ તો ક્યારેય ન રમવી જોઈએ. તેનાથી ફોન ઓવરહીટ પણ થઈ શકે છે.
ક્યારેય મોબાઈલમાં ચાર્જિંગ પૂર્ણ થઈ જાય ત્યાં સુધી ઉપયોગ ન કરો
કેટલાક લોકો પોતાના સ્માર્ટ ફોનને એક વખત ફુલ ચાર્જ કરી લે છે અને પછી આખો દિવસ તેનો ઉપયોગ કરે છે. તે મોબાઈલનો ત્યાં સુધી ઉપયોગ કરે છે જ્યાં સુધી ફોનનું ચાર્જિંગ પૂર્ણ ન થઈ જાય. આમ કરવાથી બેટરીની લાઈફ ઓછી થઈ જાય છે. એટલા માટે ફૂલ ચાર્જિંગ ન કરો પરંતુ તમે ફોનને દિવસમાં થોડો થોડો ચાર્જ કરતા રહો.
એપ્લિકેશન ચાર્જ કરવાનું ટાળો
ઘણી વખત ફોનને ઝડપથી ચાર્જ કરવા માટે ફાસ્ટ ચાર્જિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ છીએ. ખરેખર, એપ્લિકેશન ફોનની પૃષ્ઠભૂમિમાં સતત ચાલુ રહે છે અને તમારી બેટરી પર વધુ ઉપયોગ કરી લે છે. આ તમારા ફોનની બેટરી ઝડપથી ઉતારી નાંખે છે. તેથી આવી કોઈ પણ થર્ડપાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ ન કરવો જોઈએ.