દેશની સેવા કરતા કરતા ભારતીય વાયુ સેનાના બે બહાદુર જવાનો શહીદ થયા, ગામ લોકોએ ભીની આંખે આપી અંતિમ વિદાય..

દેશની સેવા કરતા કરતા ભારતીય વાયુ સેનાના બે બહાદુર જવાનો શહીદ થયા, ગામ લોકોએ ભીની આંખે આપી અંતિમ વિદાય..

આર્મી જવાનો હંમેશા દેશની સેવા કરવા માટે તત્પર રહેતા હોય છે. દેશની સેવા કરતા કરતા જો શહીદ થવાનો મોકો આવે તો આપણા આર્મી જવાનો હસતા હસતા શહીદ થઇ જાય છે. આર્મી જવાનો પોતાના પરિવારથી દૂર રહીને દેશની સેવા કરતા હોય છે. તેમના માંટે દેશભક્તિ જ સૌથી ઉપર હોય છે. ઉધમપુરથી એક એવી જ દુઃખદ ઘટના સામે આવી છે.

જમ્મુ વિભાગના પટનીટોપમાં શિવગઢ જંગલ વિસ્તારમાં મંગળવારે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બે પાયલોટ ઘાયલ થયા છે. જેમને તાત્કાલિક રેસ્ક્યૂ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બંને અધિકારીઓનું સારવાર દરમિયાન નિધન થયું હતું. શહીદ થયેલા જવાનોની ઓળખ મેજર અનુજ રાજપૂત અને મેજર રોહિત કુમાર તરીકે થઈ છે. મેજર અનુજ રાજપૂત પંચકુલાના રહેવાસી હતા અને મેજર રોહિત કુમાર નોઈડાના રહેવાસી હતા.

લશ્કરી પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું કે મેજર રોહિત કુમાર અને મેજર અનુજ રાજપૂત પટનીટોપ વિસ્તારમાં હેલિકોપ્ટરમાં ઉડાન ભરતી વખતે અકસ્માતનો ભોગ બન્યા હતા. હેલિકોપ્ટરના ક્રેશ લેન્ડિંગ દરમિયાન બંને પાયલોટને ઘણી ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક કમાન્ડ હોસ્પિટલ ઉધમપુર લઈ જવામાં આવ્યા હતા, જો કે, બંને જવાનનો મોત થયા હતા. મેજર રોહિત કુમાર અને મેજર અનુજ રાજપૂત બહાદુર અધિકારી હતા. જેમણે ફરજ દરમિયાાન સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. ભારતીય સેના તેમના સર્વોચ્ચ બલિદાન માટે હંમેશા ઋણી રહેશે.

તમને જણાવી દઈએ કે શિવગઢ ધાર વિસ્તારમાં મંગળવારે સવારે લગભગ 10.30 વાગ્યે જોરદાર અવાજ સંભળાયો હતો. આ વિસ્તારમાં ઝાકળ અને વરસાદના લીધે લોકો વિવિધ પ્રકારની ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન ગામના એક ભાગમાં હેલિકોપ્ટર પડવાના સમાચાર આવ્યા હતા.

જોત-જોતામાં ગામના યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો આ ઘટના સ્થળે પહોંચી ગયા. જે બાદ તેમણે ઘાયલ પાયલોટ અને સહ-પાયલોટને હેલિકોપ્ટરમાંથી બહાર કાઢ્યા હતા.

આ દરમિયાન સેનાની બચાવ ટુકડીઓ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બંનેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ સેનાની ટીમ હેલિકોપ્ટર ક્રેશના કારણની તપાસ કરી રહી છે.

મેજર રોહિત કુમાર અને મેજર અનુજ રાજપૂતના પાર્થિવ શરીર જયારે તેમના ગામે પહોંચ્યા ત્યારે આખું ગામ શહિદને અંતિમ વિદાય આપવા માટે તેમના ઘરે હોંચી ગયુ હતું. પરિવાર પોતાના દીકરાને યાદ કરીને ખુબજ ધ્રુસકે ધૂસકે રડી પડ્યા હતા. સલામ છે આવા વીર જવાનોને.

admin