મહિલા ડોક્ટરે 7 વર્ષનાં દીકરાની સાથે કર્યું મોતને વ્હાલું, કારણ જાણી સૌ કોઈ રહી ગયા હતપ્રત..

આંધ્રપ્રદેશમાં એક મહિલા ડોક્ટરે પોતાની સમસ્યાઓનો ત્યાગ કરીને પોતાનું જીવન સમાપ્ત કર્યું છે. તેની સાથે મહિલા ડોક્ટરે તેના સાત વર્ષના દીકરાનો જીવ લીધો હતો. આ દુખદ ઘટના રાજમુંદરીની છે. અહેવાલો અનુસાર, 33 વર્ષીય લાવણ્યા દોથામશેટ્ટી તેના લગ્નથી નાખુશ હતી અને તેના પતિના અલગ થવાનું દુખ સહન કરી શકતી ન હતી. પતિના અલગ થયા બાદ લાવણ્યા દોથામશેટ્ટીએ આ ખરાબ પગલું ભર્યું અને તેની સાથે તેના દીકરાનો જીવ લીધો.
અહેવાલો અનુસાર, લાવણ્યા દોથામશેટ્ટી ડિપ્રેશનમાં હતી અને ડિપ્રેશનને લીધે જ તેણે આટલું મોટું પગલું ભર્યું. પોલીસ હજુ પણ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને મોતનું સાચું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે.
આ કેસ વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે લેડી ડોક્ટરની ઓળખ લાવણ્યા દોથામશેટ્ટી તરીકે થઈ છે. જે ડર્મેટોલોજીસ્ટ હતી. લાવણ્યા દોથામશેટ્ટીના પિતા પણ એક ડોક્ટર છે અને તે રાજમુંદરીનાં રાજમહેન્દ્રવરમાં બુદ્ધ હોસ્પિટલના જાણીતા ડોક્ટર બુદ્ધની દીકરી હતી.
લાવણ્યા દોથામશેટ્ટીના લગ્ન થોડા વર્ષો પહેલા થયા હતા. તેનો પતિ પણ વ્યવસાયે ડોક્ટર છે અને તેના પતિનું નામ વંશી કૃષ્ણ છે. વંશી કૃષ્ણ તેલંગણાના વારંગલનો રહેવાસી છે. આ લગ્નથી તેમને એક દીકરો હતો. જેનું નામ નિશાંત હતું અને તેની ઉંમર 7 વર્ષ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે લાવણ્યા અને તેના પતિ વંશી વચ્ચેના સંબંધો ખરાબ થઈ રહ્યા હતા. લાવણ્યાએ તેના પતિનું ઘર છોડી દીધું હતું અને તે બે મહિના પહેલા તેના દીકરા સાથે રહેવા માટે તેના પિતાના ઘરે આવી હતી.
દીકરીના મૃત્યુ પર ડોક્ટરે બુદ્ધાએ કહ્યું કે દીકરીનું લગ્નજીવન બરાબર ચાલી રહ્યું ન હતુ. બુદ્ધાના જણાવ્યા અનુસાર, તેના પતિ વંશી કૃષ્ણેએ તાજેતરમાં છૂટાછેડાની નોટિસ મોકલી હતી. છૂટાછેડાની નોટિસ મળ્યા બાદ લાવણ્યા ખુબ ડિપ્રેશનમાં હતી.
33 વર્ષીય લાવણ્યાએ પહેલા તેના 7 વર્ષના દીકરાને ઉંઘની ગોળીઓ આપી અને પછી પોતે આ ગોળીઓ ખાધી. ઉંઘની ગોળીઓનો ઓવરડોઝ લેવાને લીધે બંને બેહોશ થઈ ગયા. જ્યારે પરિવારના સભ્યોને આ વિશે ખબર પડી, તેઓ તરત જ તેમને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ ડોકટરો તેમને બચાવી શક્યા નહીં. દીકરાના મૃત્યુથી દુખી ડોક્ટર બુદ્ધાએ કહ્યું કે મારી દીકરીએ તેના પતિના ત્રાસથી આત્મહત્યા કરી છે. પરિવારે લાવણ્યાના પતિ સામે કેસ નોંધાવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.