વ્યક્તિની આ 10 આદત થી નારાજ થઇ જાય છે માતા લક્ષ્મી, જો તમને પણ છે આ ટેવ તો થઈ જાવ સાવધાન, નહિતર બની જશો કંગાળ

વ્યક્તિની આ 10 આદત થી નારાજ થઇ જાય છે માતા લક્ષ્મી, જો તમને પણ છે આ ટેવ તો થઈ જાવ સાવધાન, નહિતર બની જશો કંગાળ

આપણા હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મી ને ધનની દેવી ગણવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સાચા દિલથી માતા લક્ષ્મી અને કુબેર ભગવાન નું પૂજન-અર્ચન કરે તો તેના પર ધન ની અઢળક વર્ષા થાય છે.

જો તમે સાચા મનથી માતા લક્ષ્મી ના નામનો જાપો કરે તો તમારા મનની તમામ મહત્વકાંક્ષાઓ પૂર્ણ થઈ શકે છે. આ સિવાય આપણાં પૌરાણિક શાસ્ત્રોમાં પણ એવા અનેક ઉપાયો બતાવ્યા છે જેની મદદ થી તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છે. ઘણી વાર આપણે અજાણતા અમુક એવી વસ્તુઓ કરી બેસતા હોઈએ છીએ. જેના કારણે આપણે માતા લક્ષ્મીને નારાજ કરી દેતા હોઈએ છીએ જેનું પરિણામ આપણાં સંપૂર્ણ કુટુંબ ને ભોગવવું પડે છે.

આજે તમને આ લેખમાં 10 એવી આદતો વિશે જણાવીશું, જે તમારામાં હશે તો લક્ષ્મી માતા થશે તમારાથી રુષ્ટ

જો તમને ડૂબતો સૂર્ય કે ચંદ્રમા જોવાની આદત હોય તો તે આદતને અશુભ ગણવામાં આવે છે. આ આદતના લીધે તમારે અનેક પ્રકારની શારીરિક તથા માનસિક સમસ્યાઓથી ગુજરવું પડે છે અને તમારું સ્વાસ્થ્ય કથળે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જે ઘર સ્વચ્છ અને ચોખ્ખું હોય એટલે કે જે ઘરમાં નિયમિત સાફ-સફાઈ થતી હોય ત્યાં માતા લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે. આ ઘરમાં ક્યારેય પણ નાણાંની અછત રહેતી નથી.

જો તમે સૂર્યોદય બાદ ઉઠવાની તથા સૂર્યાસ્ત થાય તે સમયે સુવાની આદત ધરાવતા હોવ તો માતા લક્ષ્મી તમારાથી ક્રોધિત થઈ જાય છે અને તમારા ઘરમાં માતા લક્ષ્મી વસતા નથી.

મોટા ભાગે જ્યારે પણ ઘરની અથવા તો ઘરમાં રહેલા મંદિરની સાફ-સફાઈ કરવામાં આવે ત્યારે પૂજાની સામગ્રી તથા ભગવાનની પ્રતિમા અને તસવીરોને નીચે જમીન પર મુકવામાં આવેકે, જે જરા પણ યોગ્ય નથી. જ્યારે પણ તમે સાફ-સફાઈ કરતાં હોવ ત્યારે સૌથી પહેલા જમીન પર એક સ્વચ્છ કપડું પાથરીને ત્યાર બાદ તેમણે જમીન પર મૂકવા જોઈએ.

જે વ્યક્તિ બ્રાહ્મણ, સંતો, ગરીબો તથા શાસ્ત્રોનું અપમાન કરે છે તેને નરકમાં પણ જગ્યા મળતી નથી તથા માતા લક્ષ્મી પણ આવા લોકો પર કોપાયમાન થઈને તેમણે દંડ આપે છે.

શાસ્ત્રો અનુસાર કારણ વગરનો કોઈ પણ વ્યક્તિ પર ક્રોધ કરવાથી પણ માતા લક્ષ્મી રુષ્ટ થાય છે અને ઘરમાં તેમનો વાસ થતો નથી.

તમે જ્યારે પણ ઘરની બહારથી આવો એટલે સ્નાન કરીને પોતાના શરીર ને સ્વચ્છ કરવું. આવું ના કરવાથી ઘરમાં નકારાત્મક વાતાવરણ ફેલાય છે અને જે ઘરનું વાતાવરણ નકારાત્મક હોય ત્યાં ક્યારેય પણ માતા લક્ષ્મીનો વાસ થતો નથી.

જો તમે તમારા ઘરમાં અથવા તો બહાર સ્ત્રીઓ તથા વડીલોનું માન-સન્માન નથી જાળવી રાખતા તો તમારા પર માતા લક્ષ્મીની કૃપા ક્યારેય પણ વરસતી નથી.

જે લોકો સ્ત્રીઓ પર નજર રાખે છે તેમણે શાસ્ત્રોમાં રાક્ષસ સમાન ગણવામાં આવ્યા છે આવા લોકો પર ક્યારેય પણ માતા લક્ષ્મી પ્રસન્ન થતા નથી.

ઘરની દીકરી અને વહુને ઘરની લક્ષ્મી ગણવામાં આવે છે જો આ બંને માથી કોઈ પણ એકનું પણ અપમાન થતું હોય તો ઘરમાં ક્યારેય પણ માતા લક્ષ્મીનો વાસ થતો નથી.

admin