અમેરિકામાં વસતા ગુજરાતી પટેલે અંબાજી મંદિરને 48 લાખની કિંમતનું એક કિલો સોનાનું બિસ્કીટ દાન આપ્યું..

અમેરિકામાં વસતા ગુજરાતી પટેલે અંબાજી મંદિરને 48 લાખની કિંમતનું એક કિલો સોનાનું બિસ્કીટ દાન આપ્યું..

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ પવિત્ર કેન્દ્ર પણ છે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટર આનંદ પટેલ દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની અને અમેરિકામાં રહેતા મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલ અને હર્ષદભાઈ નટવરભાઈ પટેલ તરફથી રૂપિયા 48 લાખની કિંમતનું 1 કિ.લો. સોનું સુવર્ણ શિખર માટે મંદિરને ભેટમાં મળ્યું છે.

યાત્રાધામ અંબાજીના વિકાસ માટે માઈભક્તોના દાનની સરવાણી વહે છે. દાતાઓના દાનથી અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે. 61 ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થઇ છે. જેમાં 140 કિ.લો. 435 ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ત્યારે આજે પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની અને અમેરિકામાં રહેતા મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલ અને હર્ષદભાઈ નટવરભાઈ પટેલ તરફથી 48 લાખની કિંમતનું 1 કિ.લો. સોનું સુવર્ણ શિખર માટે મંદિરને ભેટમાં અર્પણ કરવામાં આવ્યું છે. તેમ આરાસુરી માતા અંબાજી દેવસ્થાનના ટ્રસ્ટના વહીવટદાર એસ.જે. ચાવડાએ જણાવ્યું હતુ.

અંબાજી મંદિર દ્વારા જણાવામાં આવેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 61 ફૂટ સુવર્ણ શિખરની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં 140 કિલો 435 ગ્રામ સોનું અને 15 હજાર 711 કિલોગ્રામ તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

હાલ સુવર્ણ યોજના-2 હેઠળ સોનાના દાનનો સ્વીકાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેને યાત્રિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભક્તોની મદદથી મા અંબાનું મંદિર જલ્દી જ સુવર્ણનું બનશે તેવી આશા સેવાઈ રહી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *