તમારા વાળ પણ ઉંમર પહેલા વાઈટ થઈ રહ્યા છે, તો આ 6 આદતો હોઈ શકે છે તેનુ કારણ, આજે જ બદલી નાખો આ ટેવો
આજના સમયમાં સફેદ વાળ થવા એક સમસ્યા છે. આજકાલ નાની વયના બાળકોના પણ સફેદ વાળ થઈ રહ્યા છે. ઉંમર પહેલા સફેદવાળ થવાના ઘણા કારણો હોઈ શકે છે. આનુવંશિકતા ના કારણોને લીધે પણ વાળ વહેલા સફેદ થવાની સંભાવના રહે છે. વાળ સફેદ થવા માટેનું બીજું કારણ હવાનું પ્રદૂષણ પણ હોઈ શકે છે, પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં આપણી રોજ બરોજની જીવનશૈલી અને ખાવાની અનિયમિતતા ને લીધે પણ વાળના સફેદ થવા પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે. ઉંમર પહેલાં સફેદ વાળ થવાના અમુક કારણો આજે અમે તમને આ લેખમાં જણાવી રહ્યા છીએ.

ડીજીટલ સમયમાં કોમ્યુટર અથવા મોબાઈલ પર વધારે સમય
આજનાં સમયમાં લોકો સૌથી વધારે સમય મોબાઈલ અથવા કોમ્યુટર સાથે વિતાવે છે . ત્યારે તેમાંથી નિકળતા રેડીએશન ના કિરણો તમારા વાળ આંખો અને માથા પર પડે છે. ઉલ્લેખનીય છે આ વસ્તુંઓનો વપરાશ હદથી વધારે ના કરવો જોઈએ . કામ અથવા વાત કરતા સમયે આ વસ્તુઓથી થોડુંક અંતર બનાવીને રાખીએ તો મહદંશે આપડે સફેદ વાળ ની પરેશાનીથી બચી શકીએ છીએ.

રોજીંદા જીવનમાં હતાશા અથવા તનાવ
દરેકના જીવનમાં થોડી સમસ્યા હોય છે. આમ છતાં આવી સ્થિતિમાં, તેમના વિશે વિચારતા રહેવું તેમનું નિરાકરણ નથી. તેથી બને તેટલું ઓછું તણાવ લો. જેનાથી પણ ફાયદો થઇ શકે છે.

વાળમાં તેલ ન લગાવાનું કારણ
ઘણા લોકો એવા પણ હોઈ છે કે છે. જે વાળ પર તેલ લગાવવા માંગતા નથી, પરંતુ વાળમાં તેલ લગાવવું ખૂબ મહત્વનું છે. તમે રાત્રે સૂતા પહેલા એક કલાક પહેલાં વાળ પર તેલ લગાવી શકો છો અને અઠવાડિયામાં બે વાર આ કરી શકો છો. જેને લીધે વાળ ને પોષણ મળે છે અને સફેદ વાળની સમસ્યાથી બચી શકાય છે.

વધુ પડતું દારૂનું વ્યસન
વારંવાર અને વધુ પડતું આલ્કોહોલનું સેવન કરવાને લીધે પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેને લીધે પણ સફેદ વાળની સમસ્યા થવાનું કારણ જાણવા મળ્યું છે. તેથી દારૂનું સેવન જ ન કરવું જોઈએ.

કેમિકલ વાળા શેમ્પુ અથવા હેર લોશન
વાળ સફેદ થવા પાછળનું એક સૌથી મોટું કારણ એ પણ સાબિત થયું છે કે નબળા કેમિકલ વાળા શેમ્પૂ અથવા ઓછી ગુણવત્તાવાળા હેર ઉત્પાદનનો ઉપયોગ કરવાથી પણ વાળ વહેલા સફેદ થઇ શકે છે. જેથી તમારે કુદરતી ઉત્પાદનોનો ઉપયોગ કરીને હેરકેર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

ઓછી અને અનિયમિત ઊંઘ
ઓછી અને અનિયમિત ઊંઘ ને કારણે પણ વાળ સફેદ થઈ શકે છે. તે ઘણાં સર્વેમાં જોવા મળ્યું છે કે ઓછી નિંદ્રાને કારણે આપણે વધુ પડતા તાણ અનુભવીએ છીએ જેને લીધે આપણા વાળને નુકસાન થઇને વાળ વહેલા સફેદ થઇ જાય છે.