સ્વિમિંગ પૂલ માં ટ્યૂબ ના સહારે નાહવા પડેલા એકના એક દીકરાનું ડૂબી જવાને કારણે મોત, માતા પિતાનું હૈયાફાટ રુદન
રાજકોટના કાલાવડ માં લોધિકા પોલીસની હદ વિસ્તારમાં આવેલા એમેરાલ્ડ ક્લબ ખાતે સ્વિમિંગ પુલમાં નાહવા પડેલા 12 વર્ષના તરુણનું પાણીમાં ડૂબી જવાને કારણે મોત નીપજ્યું છે. વિઠલાણી પરિવારના એકના એક દીકરાનું આકસ્મિક મોત થતા પરિવારનો શોકમાં ગરકાવ થઇ ગયો છે. અહેવાલો અનુસાર, નિકેશભાઈ વિઠલાણી તેમના પરિવાર સાથે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા એમેરાલ્ડ ક્લબ ખાતે ફરવા માટે ગયા હતા.

અહીં તેઓ સ્વિમિંગ પુલમા નાહવા માટે પરિવાર સાથે ગયા હતા. જેમાં તેનો 12 વર્ષનો દીકરો મૌર્ય પણ ટ્યુબના સહારે સ્વિમિંગ પુલમાં નાહવા ગયો હતો. જોકે કોઈ કારણોસર તરુણ ટ્યુબમાં ગરકાવ થઇ જતા પાણીમાં ડૂબી ગયો હતો.

જેની જાણ થતા પરિવારજનો તરુણને તરત જ હોસ્પિટલ લઈ ગઈ હતા. વધુ સારવાર માટે નિકેશભાઈ તેમના દીકરાને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જોકે આ સમયે ફરજ પર હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કરતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે નિકેશભાઈ વિઠલાણી જયરાજ વે-બ્રિજ ચલાવી રહ્યા છે અને સંતાનમાં તેમને એક જ દીકરો હતો. જે અકસ્માતે મૃત્યુ પામતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. હાલ લોધીકા પોલીસે મૃતદેહનો પોસ્ટમોટર્મ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
