ધોળકામાં આવેલું છે 1000 વર્ષ જૂનું સ્વયંભૂ ગણપતિ દાદાનું મંદિર, આ મંદિરની આસ્થા રાખવા માત્રથી જ લોકોના ભલભલા કામ બની જાય છે

આપણા ગુજરાતમાં ઘણી જગ્યાએ તમને ગણેશ મંદિરો જોવા મળશે તથા આજ સુધી તમે ઘણા ગણેશ મંદિરોમાં ગણપતિ દાદાના દર્શન કરવા માટે પણ ગયા જ હશો. આજે અમે તમને ગુજરાતના એક એવા ગણપતિ દાદાના મંદિર વિષે જણાવીશું કે જેનો ઇતિહાસ અનેરો છે.
આ મંદિર અમદાવાદ જિલ્લાના ધોળકામાં આવેલું છે. ધોળકાના આ ગણેશ મંદિરનો ખુબજ એનેરો મહિમા રહેલો છે. દરરોજ હજારો લોકો ગણપતિ દાદાના આશીર્વાદ લેવા માટે આ મંદિરમાં આવે છે. આ મંદિર વિશે માન્યતા છે કે મંદિરમાં સ્થાપિત મૂર્તિ 1000 વર્ષ પહેલા સ્વંયભુ પ્રગટ થઇ હતી.
ત્યાર પછી તે જગ્યાએ મંદિર ગણપતિ દાદાનું ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું હતું. જયારે આ મૂર્તિનું પ્રાગટ્ય થયું હતું. ત્યારે આ મૂર્તિની સાથે સોનાના ઘરેણાં પણ મળી આવ્યા હતા. મંદિરમાં સ્થાપિત આ મૂર્તિને આજે પણ તે સોનાના ઘરેણાં વડે સજાળીને રાખવામાં આવે છે.
આ મંદિરની આસ્થાથી રાખવાથી લોકોના ભલભલા કામ થઇ જાય છે. માટે જે વ્યક્તિ પણ દાદાની આ મૂર્તિના દર્શન કરીને કોઈ માન્યતા રાખે છે. તેની માનતા જરૂર પુરી થયા છે. અને આજ સુધી હજારો લોકોને દાદાના ચમત્કાર અને પરચા જોવા મળી ચુક્યા છે.
આ મંદિરના પ્રાગણમાં એક ચમત્કારી ઝાડ આવેલું છે. તેની એવી માન્યતાઓ છે કે તે ઝાડમાં લાકડાને જો પોતાની બે આંગળીઓ વડે તોડવામાં આવે અને તેને પોતાના પાકીટમાં રાખવામાં આવે તો તમારા પાકીટમાં કયારેય પૈસા નહિ ખૂટે.