80 ના દાયકાની આ સુંદર એક્ટ્રેસ ના લગ્નની તસવીરો તમે પહેલા નહીં જોઈ હોય, જુઓ કેવી રીતે થયા હતા તેમના લગ્ન..

80 ના દાયકાની આ સુંદર એક્ટ્રેસ ના લગ્નની તસવીરો તમે પહેલા નહીં જોઈ હોય, જુઓ કેવી રીતે થયા હતા તેમના લગ્ન..

દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપડા, શિલ્પા શેટ્ટી, સોનમ કપૂર, એશ્વર્યા રાયના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. બધાએ તેમના ભવ્ય લગ્નની તસવીરો જોઈ હશે. આ અભિનેત્રીઓના લગ્નની ચર્ચા આજદિન સુધી કરવામાં આવે છે, પરંતુ આજે અમે તમને 90 ના દાયકાની લોકપ્રિય અભિનેત્રીઓનાં લગ્નની તસવીરો બતાવીશું. અમે તમને જણાવીશું કે પદ્મિની કોલ્હાપુરે, પૂનમ ઢિલ્લોન, મંદાકિની, ટીના મુનિમ ના લગ્ન કેવી રીતે થયા હતા.

મંદાકિની

બોલિવૂડમાં  ‘રામ તેરી ગંગા મૈલી’ થી પ્રવેશ કરનારી મંદાકિની એક સમયે ડોન સાથેની તેની લવ સ્ટોરીને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. જો કે, મંદાકિનીએ થોડા સમયમાં  જ ડોનની દુનિયાને અલવિદા કહી દીધું હતું. વર્ષ 1990 માં મંદાકિનીએ બૌદ્ધ સંત ડોક્ટર કાગ્યુર રિનપોચે સાથે લગ્ન કર્યાં.

પોતાના લગ્ન પ્રસંગે મંદાકિનીએ સફેદ રંગનો લહેંગા પહેર્યો હતો. જેની બોર્ડર લાલ રંગની હતી. સાથે મંદાકિનીએ સોનાનો સેટ, માંગ ટીકા અને નથડી પહેરી હતી. તેણે હાથમાં કાચની લાલ અને સફેદ બંગડીઓ પહેરી હતી. લાઇટ મેક-અપમાં સજ્જ મંદાકિની ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ટીના મુનિમ

ટીના મુનિમનું નામ 80 ના દાયકાની સૌથી બોલ્ડ અને હિંમતવાન અભિનેત્રીઓમાં હતું. એક સમય હતો જ્યારે ટીના રાજેશ ખન્ના સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. પરંતુ રાજેશ ખન્ના ડિમ્પલ કાપડિયાને છૂટાછેડા આપવા તૈયાર નહોતા. ત્યાર બાદ ટીના મુનિમે અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા. બંનેના લગ્ન ફેબ્રુઆરી 1991 માં થયા હતા.

પોતાના લગ્નમાં ટીના મુનિમ ટીપકીલ ગુજરાતી વહુની જેમ શણગારેલી હતી. ટીનાએ લાલ પલ્લું વાળી સફેદ સાડી પહેરી હતી. જેની બોર્ડર લાલ રંગની હતી. સાથે ટીનાએ બાંધણી દુપટ્ટા પણ લગાવ્યો હતો. ટીનાનો આ અવતાર એકદમ સ્ટાઇલિશ હતો.

આ તસવીર ટીના મુનિમ અને અનિલ અંબાણીના લગ્નના રિસેપ્શનની છે.

પૂનમ ઢિલ્લોન

પૂનમ ઢિલ્લોન નું પરિણીત જીવન બહુ સારું નહોતું રહ્યું. તેમના લગ્નના 9 વર્ષ બાદ જ પૂનમ ઢિલ્લોન પતિ અશોક ઠાકેરિયાથી છૂટાછેડા લઈને અલગ થઈ ગઈ હતી. જોકે, પૂનમ તેના લગ્નના દિવસે ચાંદની જેમ શણગારેલી હતી.

પૂનમે લાલને બદલે પિંક કલરની જોડી પણ પહેરી હતી. તેના આ ગોળાકાર ચહેરા પર નથડી ખૂબ જ સુંદર લગતી હતી.

પદ્મિની કોલ્હાપુરે

પદ્મિની કોલ્હાપુરેએ 1986 માં ફિલ્મના નિર્માતા ટુટુ શર્મા સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત ઐસા પ્યાર કહાં ફિલ્મ દરમિયાન થઈ હતી. તેના લગ્ન પ્રસંગે પદ્મિનીએ ખૂબ જ સુંદર ગુલાબી લહેંગા પહેર્યો હતો. પદ્મિનીએ તેના બ્રાઇડલ લૂકને ડાયમંડ ગળાનો હાર સાથે કોમ્પ્લીટ કર્યો હતો.

આ તસવીર પદ્મિની કોલ્હાપુરેના લગ્ન પ્રસંગની છે. આ તસવીરમાં જીતેન્દ્ર શોભા કપૂર સાથે જોવા મળી રહ્યો છે. તો ત્યાં જ પદ્મિનીની મોટી બહેન શિવાની તેની પતિ શક્તિ કપૂર સાથે જોવા મળી રહી છે.

જયશ્રી ટી

જય શ્રી ટી તે સમયની સૌથી લોકપ્રિય અભિનેત્રી રહી છે. સાઈડની હિરોઇન લઈને તમે તેને દાદીની ભૂમિકામાં પણ જોઈ હશે.

પરંતુ તમે ભાગ્યે જ તેનો લગ્ન અવતાર જોયા હશે. જયશ્રી ટી જ્યારે દુલ્હન બની ત્યારે તે ખૂબ જ સુંદર દેખાતી હતી.

રીના રોય

આ છે રીના રોયનો દુલ્હનિયા અવતાર. 70 અને 80 ના દાયકામાં રીના રોયની સુંદરતા પર ઘણા લોકો આકર્ષાયા હતા. જેમાંથી એક શત્રુઘ્ન સિંહા પણહતા. પણ રીના પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાન સાથે સ્થાયી થઈ ગઈ. રીના અને મોહસીને વર્ષ 1983 માં લગ્ન કર્યા. રીના તેના લગ્ન પ્રસંગે ચાંદ કરતા વધારે સુંદર લાગી રહી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *