2 કિલો સોનું, કરોડોની કેશ, મોંઘા જૂતા અને 20-20 લક્ઝરી કારો…રેડ કરવા ગયેલા અધિકારીઓની આંખો થઈ ગઈ પહોળી

કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 200 કરોડની છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. મારિયા પોલના ચેન્નાઇમાં દરિયાની સામે આવેલા આલીશાન બંગલા પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 20 હાઇ-એન્ડ લક્ઝરી કાર, રૂપિયા 90.60 લાખ રોકડા અને 2 કિલો સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.
દિલ્હી પોલીસ દ્વારા નોંધાયેલા કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી EDએ ECIR નોંધી હતી. હકીકતમાં, સુકેશ ચંદ્રશેખરે ઘણા મોટા ઉદ્યોગપતિઓને તેમની સામે ચાલી રહેલા કોર્ટ કેસમાં રાહત મેળવવા માટે કહીને અત્યાર સુધીમાં 200 કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. સુકેશે બધાને ફોન કરીને પોતાને મોટો સરકારી અધિકારી ગણાવ્યા હતા.
તપાસ દરમિયાન જેલમાં બંધ સુકેશ પાસેથી બે મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા, જે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. બાદમાં કેસની તપાસ દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાને સોંપવામાં આવ્યો હતો.
આ કેસમાં દિલ્હી પોલીસે 4 જેલના અધિકારીઓ અને આરબીએલ બેંકના બાકીના અધિકારીઓ સહિત કુલ 8 લોકોની ધરપકડ કરી હતી.
ED દ્વારા RBLબેંકના વાઇસ પ્રેસિડન્ટ કોમલ પોદારના ઘરે પણ આ દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને રૂપિયા 90 લાખ રોકડા અને 2 કિલો સોનું મળી આવ્યું છે. કેસના ખુલાસા પર દિલ્હી પોલીસે કોમલ પોદ્દારની ધરપકડ કરી જેલમાં મોકલી દીધો હતો.
BMW, મર્સિડીઝ, બેન્ટલી અને રેન્જ રોવર જેવી કરોડો રૂપિયાની કાર સુકેશ અને લીનાના દરિયા કિનારે આલીશાન બંગલામાં હતી. તેમાં રોલ્સ રોયસ ઘોસ્ટ, બેન્ટલી બેંટેગા, લિમ્બોરગીની, ફેરારી 458 ઇટાલિયા, એસ્કેલેડ અને મર્સિડીઝ એએમજી 63નો સમાવેશ થાય છે.
બંગલામાં આંતરિક, માર્બલ, હોમ થિયેટર અને કરોડો રૂપિયાની તમામ આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. બંગલાની તિજોરીઓમાંથી કરોડો રૂપિયાના ચશ્મા, પગરખાં, બેગ તથા કપડાં મળી આવ્યા છે.
જૂતા અને બેગ બહુજ મોંઘી બ્રાંડ જેમાં ફરાગમો, ચેનલ, લુઈસ વીટન, ડિયોર અને હર્મ્સનાં છે. બંગલામાં, ફ્લોર પર વર્સાચે અને ઇટાલિયન માર્બલ જેવી મોંઘી બ્રાન્ડની કાર્પેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.