એકદમ સુંદર અને ગ્લેમરસ લાગે છે ‘ગબ્બર સિંહ’ની દીકરી અલહમ ખાન, બોલીવુડથી દૂર પરંતુ થિયેટર સાથે છે પ્રેમ, મળી ચુક્યા છે ઘણા એવોર્ડ

હિન્દી ફિલ્મ જગતના સૌથી યાદગાર અને લોકપ્રિય અભિનેતા અમજદ ખાને ફિલ્મ ‘શોલે’ માં પોતાના અભિનયથી દરેકના દિલમાં પોતાની છાપ છોડી દીધી છે. અમજદ ખાન અને પત્ની શેહલા ખાનને બે દીકરા સીમાબ ખાન અને શાદાબ ખાન છે અને તેમને એક સુંદર દીકરી આહલામ ખાન પણ છે.
સ્ટાર કિડ્સ હંમેશા તેમના માતાપિતાના માર્ગ ઉપર ચાલતા હોય છે, પરંતુ અલહમ ખાન લાઇમલાઇટથી ખૂબ દૂર છે અને તે થિયેટરની દુનિયામાં પોતાની કરિયર બનાવી રહી છે.
અહલામ ખાન જ્યારે 15 વર્ષનો હતી ત્યારે તેના પિતા અમજદ ખાનનું નિધન થયું હતું. હવે તે મોટી થઈ છે અને ખૂબ જ સુંદર લાગી રહી છે.
અહલામ થિયેટરમાં કામ કરે છે અને તે ભારતીય થિયેટરનો સૌથી ગ્લેમરસ ચહેરો છે. તેમને થિયેટરની દુનિયામાં ઘણા એવોર્ડ પણ મળી ચૂક્યા છે.
અહલમ ખાનને થિયેટરના શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડમાં શ્રેષ્ઠતા માટેનો મહિન્દ્રા એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ તેમને ‘આજ રંગ હૈ’ નાટક માટે મળ્યો હતો.
અહલમ ખાને મુંબઈની મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કર્યો છે. વર્ષ 2000 માં તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
અહલમ ખાન ‘નો કવીટ થિયેટર’ ના સહ-સ્થાપક પણ છે અને તેણે ‘ઓફ સીઝન’ નાટકનું નિર્માણ પણ કરી ચૂકી છે. તે સ્ક્રીનરાઇટિંગ પણ કરે છે.
2013 માં તેણે મિસ સુંદરી સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. 2011 માં તેણે થિયેટર અભિનેતા ઝફર કરાચીવાલા સાથે લગ્ન કર્યા. તેઓને એક 7 વર્ષનો પુત્ર મિહૈલ પણ છે.