પોલીસ સ્ટેશનના રસોઈયાના પુત્ર-પુત્રીના લગ્નમાં આખા પોલીસ સ્ટાફે પાંચ લાખ એકાવન હજાર આપીને મામેરું ભર્યું તો, રસોઈયો અને તેમનો પરિવાર તેમની ખુશીના આંસુથી રડી પડ્યો.

પોલીસ હંમેશા દરેક લોકોની મદદ કરવા માટે આગળ રહેતી હોય છે અને પોલીસની નાની મદદ લોકોની જિંદગી પણ બદલી દેતી હોય છે. આજે આપણે એવા જ કેટલાય પોલીસ વિષે જાણીએ જેઓએ એક માનવતાનું કામ કરીને મોટો દાખલો બેસાડ્યો છે. રાજસ્થાનના નાગૌરમાં પોલીસ સ્ટેશનના રસોઈયાના દીકરા અને દીકરીના લગ્ન હતા અને તેમના લગ્નને આ પોલીસ કર્મીઓએ ખુબ યાદગાર બનાવી દીધા છે.
આ વિસ્તારના પોલીસ સ્ટાફ તથા ગામના મોભીઓએ ભેગા થઈને પાંચ લાખ એકાવન હજાર રૂપિયા ભેગા કરીને આ દીકરી અને દીકરાનું મામેરું ભર્યું હતું. આ બધા જ પોલીસ કર્મીઓ શ્રી બાલાજી પોલીસ સ્ટેશનના છે. આ પોલીસ સ્ટેશનમાં રસોઈયા તરીકે ફરજ બજાવતા મદન પ્રજાપતિના દીકરા અને દીકરીના લગ્ન હતા અને તેઓ મૂળ લાડિયા શ્યામસરમાં રહેવાસી છે.
હાલમાં તેઓ પરિવાર સાથે નોખા બિકાનેરમાં રહે છે, આ પોલીસ સ્ટેશનના એસએચઓ શિવ સિંહ તેમના બાળકોના લગ્નમાં મામા બનીને હાજરી આપી હતી અને તેમનું મામેરું પણ ભર્યું હતું. એટલું જ નહિ પણ પોલીસ સ્ટેશનના સ્ટાફે આવનારા બધા જ મહેમાનોનું સ્વાગત અને બીજા બધા કામ કરવામાં પણ વ્યસ્ત રહ્યા હતા.
SHO શિવ સિંહે એવું કહે છે કે મદન પ્રજાપતિ છેલ્લા ત્રીસ વર્ષથી પોલીસ સ્ટેશનમાં રસોઈયા તરીકે ફરજ બજાવે છે અને તેમનું કામ તેઓ નિષ્ઠાથી કરે છે. તેમના આ કામને જોઈને તે બધા જ પોલીસ કર્મીઓએ તેમના દીકરા અને દીકરીનું મામેરું ભરવાનું નક્કી કર્યું હતું. બધા જ સ્ટાફે તેમનાથી થાઈ એટલી મદદ કરી અને આમ બીજા ઘણા લોકોએ પણ આ મામેરું ભરવા માટે મદદ કરીને વાજતે ગાજતે મામેરું ભર્યું હતું.