મુંબઈ ના ડોક્ટરે ટીનેજરના મૂત્રાશયમાંથી નારિયેળ જેવડી મોટી 1 કિલોની પથરી કાઢી, દર્દી અનાથ હોવાથી ડોક્ટરે સર્જરીનો એક રૂપિયો ન લીધો..

હાલમાં મુંબઈના ડોક્ટરે સર્જરી કરીને કોલકાતાના દર્દીના મૂત્રાશયમાંથી નારિયેળની સાઈઝની 1 કિલો વજનની પથરી કાઢી છે. 17 વર્ષનો આ દર્દી અનાથ હોવાથી તેની પાસેથી ડોક્ટરે સર્જરીનો એક રૂપિયો ન લીધો.
આવો કેસ 1 લાખ જન્મમાં એકવાર જોવા મળે
રૂબેન શેખને બાળપણથી જ મૂત્રાશયમાં તકલીફ હતી. તે એક્સટ્રોફી-એપિસ્પાડિયાઝ કોમ્પ્લેક્સ(EEC) નામની બીમારીથી પીડિત હતો. આ કન્ડિશનમાં મૂત્રાશયમાં યુરિન સ્ટોર થતું નથી અને એ સારી રીતે કામ કરતું નથી. આવો કેસ 1 લાખ જન્મમાં એકવાર જોવા મળે છે.
ડોક્ટર રાજીવ રેડકરે સર્જેરી કરીને રૂબેન ને નવું જીવન આપ્યું છે. આ ડોક્ટર 15 વર્ષથી રૂબેનની સારવાર કરી રહ્યા હતા. ટ્રીટમેન્ટ પછી રૂબેન કોલકાતા જતો રહ્યો અને એ પછીથી તેનો કોઈ કોન્ટેક્ટ ડોક્ટર સાથે નથી. ડૉ. રાજીવ રેડકર SL રહેજા હોસ્પિટલમાં પીડિયાટ્રિક સર્જન તરીકે ફરજ બજાવે છે.
30 જૂને સર્જરી થઈ
ગયા મહિને રૂબેનને મૂત્રાશયમાં અસહ્ય દુખાવો થતો હતો. આના લીધે યુરિનેશનમાં પણ તેને તકલીફ થતી હતી. તે લોકલ ગાર્ડિયન સાથે કોલકાતાથી મુંબઈ આવ્યો હતો. અહીં ડૉક્ટરે તેની ફ્રીમાં સારવાર કરીને તકલીફ દૂર કરી છે. 30 જૂને આ સર્જરી કરવામાં આવી હતી.
નારિયેળ જેવડી મોટી છે પથરી
પથરીનું કદ 13.3 ઇંચ અને વજન 1 કિલોગ્રામ હતું. ડોક્ટર રાજીવે કહ્યું, રૂબેનની સર્જરી અને રેરેસ્ટ ઓફ રેર હતી. હાલ તેની કિડની પણ યોગ્ય રીતે કામ કરી રહી છે. આવા કેસમાં રેગ્યુલર ફોલો-અપ્સ અને ચેક અપ ખુબ જરૂરી છે.