ઘરે જ બનાવો ચટપટી દહીં પુરી, બધા આંગળા ચાટતા રહી જશે

ઘરે જ બનાવો ચટપટી દહીં પુરી, બધા આંગળા ચાટતા રહી જશે

દરેક ને પાણીપુરી ખાવાનું ખુબ જ પસંદ છે.  આજે તમારા માટે લઈ  ને આવ્યા છીએ ચટપટી દહીં પુરી બનાવવાની સરળ રીત

સામગ્રી

  • ગોલગપ્પા બનાવવા માટે:
  • 200 ગ્રામ લોટ
  • 1/4 કપ તેલ
  • જરૂર પ્રમાણે પાણી
  • તળવા માટે તેલ

ભરણ માટે:

  • 1 નાના બાઉલ દહીં
  • 1 બટાટા (બાફેલા)
  • 1 ડુંગળી (નાનું કટિંગ કરેલું)
  • 1 ચમચી સૂકી આદુ
  • 1 ચમચી લીલી ચટણી
  • 1 ચમચી ધાણા ના પાન
  • અડધી વાટકી ભુજિયા

બનાવવાની રીત

  1. સૌથી પહેલા એક વાસણમાં લોટ અને તેલ મિક્સ કરો.
  2. હવે તેમાં થોડું થોડું પાણી નાંખો. નરમ કણક ભેળવી દો અને 20 મિનિટ સુધી ઢાંકીને  રાખો.
  3. 20 મિનિટ પછી કણક ખીલવા માટે તૈયાર થઈ જશે.
  4. તેને કિચન પેલ્ટફોર્મ પર 5 મિનિટ સુધી સારી રીતે લોટ મસળતા રહો જેથી ચીકણો બને.
  5. તૈયાર થયેલા લોટના ગોલિન્ડા બનાવો.
  6. હવે એક ગોલિન્ડા લો અને તેને સંપૂર્ણ પુરીના આકાર માં બનાવો. ધ્યાનમાં રાખો કે લોટ લગાવવાને બદલે પુરીઓને તેલથી ગ્રીસ કરો.
  7. તેવી જ રીતે બધા કણક ના પુરી બનાવો.
  8. એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મધ્યમ તાપ પર નાખો.
  9. તેલ ગરમ થાય એટલે તેમાં બધી પુરી ઉમેરો અને આછા સોનેરી રંગ ની થાઈ ત્યાં સુધી તળી લો.
  10. તમારી પુરી તૈયાર છે.

હવે ભરણ તૈયાર કરો

  1. સૌ પ્રથમ, બાઉલમાં બટાકા, ડુંગળી અને કોથમીર મિક્સ કરો.
  2. પુરીની અંદર મિક્સ  ને ભરો.
  3. તેમાં દહીં, સુકા આદુ, લીલી ચટણી, કોથમીર અને ભુજીયા નાંખો.
  4. તમારી  દહી પુરી તૈયાર છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *