સોનુ સુદ ગામના લોકો માટે મસીહા બન્યા, વર્ષોથી પાણી માટે ઝઝુમી રહેલા ગામના લોકોની સમસ્યાનો આવ્યો અંત

સોનુ સુદ ગામના લોકો માટે મસીહા બન્યા, વર્ષોથી પાણી માટે ઝઝુમી રહેલા ગામના લોકોની સમસ્યાનો આવ્યો અંત

સોનુ સૂદ પોતાની ફિલ્મો ની સાથે સાથે ઉમદા કાર્યો માટે વિશ્વભરમાં ખુબ જ પ્રખ્યાત છે. લોકડાઉન દરમિયાન અભિનેતાએ ઘણા મજૂરોને તેના ઘરે પહોંચાડ્યા હતા, ત્યાર બાદ  તેણે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનું કામ ચાલુ રાખ્યું છે. જો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ સોશિયલ મીડિયા દ્વારા મદદની માંગણી કરે છે, તો સોનુ સૂદ ચોક્કસપણે તેમને મદદ કરે છે. આ માટે સોનુ સૂદ સોશ્યિલ મીડિયા પર હંમેશા એકટીવ રહે છે.

સોનૂ સૂદ તેમના ઉમદા કાર્યોને કારણે ગરીબ લોકોના મસીહા બન્યો છે. સોશિયલ મીડિયા પર અભિનેતાની ખૂબ જ પ્રશંસા કરવામાં આવે છે. તાજેતરમાં જ એક વ્યક્તિએ સોનુ સૂદની વિનંતી કરી હતી કે તેના ગામમાં પાણી ઘણા સમયથી પાણી નથી આવતું. જેના કારણે ગ્રામજનોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.  સોનુ સૂદ આ પોસ્ટ જોતા જ મદદ માટે આગળ આવ્યો છે.

આ વ્યક્તિએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો એન્ડ સાથે લખ્યું છે કે પાણીની ખુબ જ સમસ્યા છે. આ ગરીબ લોકોની વાત પણ સાંભળી લો. ગરીબ લોકો વરખ લઈને આજીવિકા મેળવે છે. છેલ્લા ઘણાં વર્ષોથી પાણી માટે તરસી રહ્યા છે . ન તો અહીં લાઈટ છે, ન કોઈ સુવિધા. તમે અમારી મદદ કરો અથવા અમને પરમિશન આપો. અમે એક હેન્ડપંપ તો લગાવી દેશું. આ જોયા પછી અભિનેતા સોનુ સૂદ તરત જ આ વ્યક્તિની મદદ માટે આગળ આવ્યો છે.

સોનુ સૂદે આ વ્યક્તિના ગામમાં હેન્ડપંપ લગાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. સોનુ સૂદે તેના ટ્વિટર પર એક વીડિયો શેર કરતા લખ્યું કે, હવેથી આ ગામમાં પાણીની અછત નહીં સર્જાય. તમારા ગામમાં કેટલાક હેન્ડપંપ લગાવી આપું છું. જો હું ક્યારેક ત્યાં આવું તો કૃપા કરીને મને પાણી પીવડાવજો. સોનુ સૂદના આ ટ્વીટ પર દરેક લોકો સોશિયલ મીડિયા પર તેના ખુબ જ વખાણ કર્યા હતા. સોનુ સૂદે જ્યાં હેન્ડપંપ લગાવ્યા છે ત્યાંના લોકો ખૂબ ખુશથયા છે. સોનુ સૂદે આ લોકોની જીંદગીમાં ખુશીઓ ભરી દીધી અને લોકો અભિનેતાને ધન્યવાદ કહે છે.

સોનુ સૂદે ઘણી વાર લોકોની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી છે. તમને જણાવી દઈએ કે અભિનેતા સોનુ સૂદે દેશના જુદા જુદા ભાગોમાં જરૂરિયાતમંદ લોકોને ઇલેક્ટ્રોનિક રિક્ષા વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. અભિનેતાએ તેમના ગામમાં 100 ઇ-રિક્ષાઓ વહેંચીને આ અભિયાનની શરૂઆત કરી દીધી છે. અભિનેતાએ બેકાર લોકોની મદદ માટે આ પહેલ શરૂ કરી છે.

સોનૂ સૂદે પોતાના ઉમદા કાર્યો અને ઉદારતાથી દેશના દરેક લોકોનું દિલ જીતી લીધું છે. બધા લોકો અભિનેતાનો ખુબ આભાર માને છે. સોનુ સૂદ ક્યારેક માંદા વ્યક્તિની સારવાર નો ખર્ચ ઉપાડે છે, તો ક્યારેક તે કોઈને ભણવામાં મદદ કરે છે. તે જ રીતે, ઘણા બધા કામો છે જે અભિનેતા સતત કર્યા કરે છે. તેમના ઉમદા કાર્યોને કારણે જ આખા દેશમાં તેમની ચર્ચા થઈ રહી છે.

admin