દિલ્હીના પોશ વિસ્તારમાં છે સોનમ કપૂરનો લક્ઝુરિયસ બંગલો, કિંમત 173 કરોડ રૂપિયા, જુઓ અંદરની ભવ્ય તસવીરો

આજે સોનમ કપૂર તેનો 36 મો જન્મદિવસ ઉજવી રહી છે. એવરગ્રીન અભિનેતા અનિલ કપૂરની દીકરી હોવા છતાં સોનમ કપૂરે પોકેટ મની માટે વેઈટર બનવું પડ્યું હતું. સોનમની પહેલી નોકરી સિંગાપોરની મેક્સિકન રેસ્ટોરન્ટમાં વેઇટ્રેસ તરીકે હતી. સોનમ કપૂર તેના જાહેર નિવેદનો અને કોમેન્ટ માટે જાણીતી છે. તેના જન્મદિવસ પર અનિલ કપૂરે તેમની દીકરીની ઘણી તસવીરો શેર કરી હતી અને જન્મદિવસની ખૂબ શુભેચ્છા પાઠવી હતી.
અનિલ કપૂરે આ તસવીરો દ્વારા તેમની દીકરી પ્રત્યેનો પ્રેમ બતાવ્યો છે
અનિલ કપૂરે તસવીરો શેર કરી સાથે લખ્યું, ‘સોનમ કપૂર, હંમેશાં પોતાના સપનાને અનુસરે છે અને પોતાના દિલનું સાંભળવા વાળી છોકરી સોનમ કપૂર! તેને રોજે આગળ વધતા જોવું એ માતાપિતા તરીકે સ્વપ્ન સાકાર થવા જેવું છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને આવા સારા બાળકો મળ્યા. તમે મજબૂત છો. દયાળુ બનેલ રહેજો અને આગળ વધો.’
અનિલ કપૂરે આગળ લખ્યું, ‘તમારી પાસે દરેકને દરેકમાં સામેલ કરવાની એક રીત છે અને તે તમારા વિશેની મારી પસંદની વસ્તુ છે. હું ખૂબ જ આભારી છું કે તમે અને આનંદ સલામત અને સ્વસ્થ છો અને અમે ફરી તમારી સાથે રહેવાની રાહ જોઈ શકતા નથી. જન્મદિવસની શુભેચ્છા સોનમ બેટા, હું તમને પ્રેમ કરું છું અને તમને ખુબ યાદ કરું છું.’
તમને જણાવી દઈએ કે સોનમ કપૂર મોટાભાગે તેના પતિ આનંદ આહુજા સાથે દિલ્લી વાળા ઘરમાં રહે છે. આ ઘર ખૂબ જ વૈભવી છે. ચાલો આજે અમે તમને તેના દિલ્હીવાળા બંગલાની તસવીરો બતાવીએ.
સોનમના તિ આનંદ આહુજાનો ફેમિલી વ્યવસાય ખૂબ મોટો છે. અહેવાલો અનુસાર, દિલ્હીમાં તેમના ઘરની કિંમત 173 કરોડ રૂપિયા છે. આનંદ આહુજા દિલ્હીના પ્રખ્યાત બિઝનેસ પરિવારમાંથી આવે છે. તે ‘ભાણે’ ના સીઈઓ અને સ્થાપક છે.
આ બંગલો બહારથી જેટલો સુંદર લાગે છે. તેટલો જ અંદરથી લાગે છે. લગ્ન પછી સોનમ કપૂર આ ઘરમાં રહે છે. આ ઘર 3170 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. લૂટિયન્સ ઝોન સિવાય દિલ્હીના ગોલ્ફ લિંક્સમાં પણ આનંદ આહુજાનું ઘર છે.
આનંદ આહુજા દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ હરીશ આહુજાના દીકરા છે. જે ભારતના સૌથી મોટા નિકાસ હાઉસ શાહી એક્સપોર્ટ્સના માલિક છે. આનંદ આહુજાના નિકાસ ગૃહમાં અનેક બ્રાન્ડના નામ શામેલ છે. જેમ કે જીએપી, ટોમી, ભાને અને વેજ નોન-વેજ.
આ તસવીરોમાં તમે સોનમના ઘરનો અંદરનો નજારો જોઇ શકો છો.
સોનમે તેના ઘરને ઘણી કિંમતી ડેકોરેટિવ વસ્તુઓથી સજ્જ કર્યો છે. આખા ઘરમાં લાકડાના ફ્લોરિંગ છે. આ તેના લંડન ઘરની તસવીર છે.
આનંદ અને સોનમની મુલાકાત 2014 માં થઈ હતી અને તે જ સમયથી તેઓ બંને એક સાથે છે. તમને જણાવી દઈએ કે સોનમે આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.