સોનપરી ની ‘ફ્રૂટી’ 21 વર્ષમાં આટલી બદલાઈ ગઈ, હવે જોશો તો ઓળખી પણ નહિ શકો..

90 ના દાયકામાં એવા ઘણા ટીવી શો હતા. જે એકદમ લોકપ્રિય થયા અને લોકો આજે પણ તેને યાદ કરે છે. હાતિમ, ચંદ્રકાંતા, શક્તિમાન, વિક્રમ ઔર બેતાલ, શાકાલાકા બૂમબૂમ જેવી ઘણી ટીવી સિરિયલો છે. આવી જ એક સિરિયલ સોનપરી હતી. આ શોના ફેન મોટા ભાગના બાળકો હતા.
મોટી થઇ ગઈ છે ‘ફ્રૂટી’
23 નવેમ્બર 2000 થી 1 ઓક્ટોબર 2004 સુધી સ્ટાર પ્લસ પર પ્રસારિત થી આ સિરિયલ નવા યુગની ખૂબ જ લોકપ્રિય ટીવી સિરિયલ હતી. સિરિયલ જોઈને દરેક બાળકોઈચ્છતા હતા કે તેની પાસે પણ એક સોનપરી હોય. તેની લોકપ્રિયતા જોતાં આ પ્રોગ્રામનું ઘણી ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું.
સોનપરી હંમેશા શોમાં ફ્રૂટીની મદદ કરવા હાજર થઈ હતી. પરંતુ શું તમે જાણો છો કે હવે તે ફ્રૂટી ખૂબ મોટી થઈ ગઈ છે. ફ્રૂટીનું સાચું નામ તન્વી હેગડે છે અને તે ખૂબ બદલાઈ ગઈ છે. એક નજરમાં તમે તેમને ભાગ્યે જ ઓળખી શકશો.
‘સોન પરી’માં ફ્રુતિની ભૂમિકા ભજવનાર તન્વી હેગડે હવે મોટી થઈ ગઈ છે. તન્વીએ તેની કારકીર્દિની શરૂઆત માત્ર ત્રણ વર્ષની ઉંમરે કરી હતી. જ્યારે તે રાસના બેબી હરીફાઈની વિજેતા હતી. સોનપરી સિવાય તન્વી શાકલાકા બૂમ બૂમના કેટલાક એપિસોડમાં જોવા મળી હતી.
તન્વીનો જન્મ 11 નવેમ્બર 1991 ના રોજ મુંબઇમાં થયો હતો. તેનો અભ્યાસ મુંબઈમાં જ થયો હતો. તન્વી વર્ષ 2000 માં પહેલી વાર ફિલ્મ ‘ગજ ગામિની’માં જોવા મળી હતી. તેણે પોતાની આખી કારકિર્દી દરમિયાન લગભગ 150 થી વધુ કમર્શિયલમાં કામ કર્યું છે.
બાળપણની તે નિર્દોષ ફ્રૂટી હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ પણ છે. જ્યાં તે તેની નવી નવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. તન્વી મરાઠી ફિલ્મોમાં સક્રિય છે. તનવી સોનપરીમાં ખૂબ જ ક્યૂટ દેખાતી હતી, પરંતુ રીઅલ લાઈફમાં તે વધારે ક્યૂટ છે.
તન્વીએ મરાઠી ફિલ્મ શિવામાં ખુબ સારો અભિનય કર્યો હતોઅને લોકોએ પણ આ ફિલ્મને ઘણી પસંદ કરી હતી. તન્વી ગંજગામિની સિવાય ‘ચેમ્પિયન’, ‘વિરુધ’ અને ‘વાહ! લાઇફ હો તો એસી’ જેવી હિન્દી મૂવીઝમાં જોવા મળી છે. તે છેલ્લે 2016 ની મરાઠી ફિલ્મ ‘અથાન્ગ’ માં જોવા મળી હતી.