મમ્મીને લેવા માટે એરપોર્ટ પોંહચી ગયો દીકરો, પરંતુ એરપોર્ટ ઉપર જ મમ્મીએ દિકરાને ચંપલથી દે ધના ધન ફટકાર્યો, જુઓ વિડિયો

માતા ના ઠપકા આગળ કોઈનું કંઈ ચાલતું નથી. જો માં ચપ્પલ હાથમાં ઉઠાવી લે તો બદમાશ બાળકો પણ સીધા થઇ જાય છે. કદાચ એટલા માટે સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે ‘ડોન્ટ અંડરએસ્ટીમેટ ધ પાવર ઓફ માં ચપ્પલ’. હવે માં નું ચપ્પલ ક્યારે અને કેવી રીતે પડી જાય તેની ગેરંટી તો કદાચ ભગવાન પણ ન લઈ શકે. માં ના ચપ્પલ પરથી યાદ આવ્યું કે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક દિલને ખુશ કરી નાખે એવો વિડિયો વાઇરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં એક દીકરો ખુબ જ ખુશીથી માં ને લેવા માટે ઍરપોર્ટ પહોંચ્યો હતો. માં નુ સ્વાગત કરવા માટે તે વ્યક્તિ પોતાના હાથમાં ફુલોનો ગુલદસ્તો અને સાથે એક બોર્ડ પણ રાખેલું હોય છે. બોર્ડમાં લખેલું હોય છે કે, ‘માં અમે તમને ખુબ જ યાદ કર્યા.’ પરંતુ માં ગુસ્સામાં છે અને તે વ્યક્તિને જોતાની સાથે જ ભુલી જાય છે કે તે એરપોર્ટ પર છે અને તુરંત પોતાના પગમાંથી ચંપલ હાથમાં લે છે અને પછી જે થાય છે તેને જોવા માટે તમારે આ વાયરલ વિડીયો પર જરૂર નજર કરવી જોઈએ.
ઇન્સ્ટાગ્રામ પર વિડિયોને એક યુઝર દ્વારા શેર કરવામાં આવેલ છે. આ વીડિયો ને શેર કરીને તેણે કેપ્શન માં લખ્યું છે કે, ‘મારી માં પરત આવી ગઈ.’ વળી આશ્ચર્યની વાત નથી પરંતુ તેમ છતાં પણ જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધીમાં 132 મિલિયન વ્યુઝ, 5.7 મિલિયન લાઇક્સ અને 1 લાખથી વધારે કોમેન્ટ આવી ચુકેલ છે.
View this post on Instagram
આ વીડિયોને જોયા બાદ લોકો પોતાનું હસવાનું રોકી શકતા નથી. યુઝર કહી રહ્યા છે કે, ‘ભાઈ આખરે શું કરી શકાય? માં તો માં હોય છે. તેના માટે ઘર શું અને એરપોર્ટ શું?’ વળી એક યુઝર નું કહેવું છે કે, ‘વધારે મિસ કરવું જોઈએ નહીં, નહિતર પિટાઈ થવાનું નક્કી છે.’