સાબુદાણા બટાકા ની ચટપટી ચકરી બનાવાની સરળ રીત

એકવાર બનાવીને આખું વર્ષ ખાઈ શકાય તેવી સાબુદાણા બટાકા ની ચટપટી ચકરી
સામગ્રી
- 300 ગ્રામ સાબુદાણા
- 300 ગ્રામ બટાટા (બાફેલા)
- 2 ચમચી જીરું
- 2 મોટી લાલ મરચાં
- સ્વાદ પ્રમાણે મીઠું
- તળવા માટે તેલ
સાબુદાણા બટાકા બનાવાની રીત
- સૌથી પહેલા સાબુદાણા ને તપેલી માં ભરી દો. અને તેમાં પાણી ઉમેરી પાંચ-છ કલાક પલાળી રાખો અને તેને ધોઈ લો.
- જીરું તળી લો અને પીસી લો.
- હવે મિક્સિમાં સાબુદાણા અને બટાકા નાંખો. અને અંદર 250-300 ગ્રામ પાણી ઉમેરીને પીસી લો.
- ત્યારબાદ તેમાં મીઠું અને જીરું નાખો અને બરાબર મિક્ષ કરો.
- સેવ બનાવવા માટે આપણે જે સ્ટાર બનાવવા માટે સંચા ની જે જાળી આવે છે તે વાપરવાની છે. તો જાળી અને સંચા ને તેલ લગાવી તૈયાર કરેલું મિશ્રણ અંદર ભરી દઈશું.
- હવે પ્લાસ્ટિકની જાડી કોથળી પર સંચા ની મદદથી ચકરી બનાવો અને 3-4 દિવસ સુકાવો.
- હવે આપણે તેલ ગરમ કરી આ ચકરી ને તળી લઈશું. તમે ચકરી એક સાથે પણ તળી શકો છો અને હવાયુક્ત કમ્પાર્ટમેન્ટમાં સ્ટોર કરી શકો છો.