જો કુંડળી માં પહેલા ભાવમાં છે શુક્ર, તો તમે થઇ જાઓ સાવધાન, રાખો આ ખાસ વાતો નું ધ્યાન, કરો આ ઉપાય..
લાલ કિતાબ જણાવ્યા મુજબ, કુંડળીમાં સપ્તમ ભાવ શુક્રનું ઘર હોય છે અને આ ભાવમાં શુક્રનું હોવું લોકોને શુભ ફળ આપે છે. ત્યાં શુક્ર ગ્રહ જો કુંડળી ના પ્રથમ ઘરમાં હોય તો આ લોકો માટે હાનીકારક માનવામાં આવે છે.આવી સ્થિતિમાં, વ્યક્તિનું ભાગ્ય અસ્પષ્ટ રહે છે.
જો શુક્ર કુંડળીમાં પહેલા ભાવમાં હોય, તો તેને નજરઅંદાજ કરશો નહીં અને તેને શાંત રાખવા માટે નીચે જણાવેલ ઉપાય જરૂરથી કરો. આ ઉપાય કરવાથી આ ગ્રહ તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડશે નહીં.
પડે છે આ પ્રભાવ

જે લોકોની કુંડળીમાં શુક્ર પ્રથમ ભાવ અથવા ઘરમાં હોય છે, તે લોકોને ગાયન, વાદન અને ચિત્રકલા માં રસ ધરાવે છે. શુક્ર મંદ રહેવાથી વ્યક્તિના જીવનસાથીની તબિયત નબળી રહે છે અને તે બીમાર રહે છે. શુક્ર ની કુંડળી ના આ સ્થાન પર હોવાથી જાતક ના લગ્ન જલ્દી જ થઇ જાય છે અને તેની આર્થિક સ્થિતિ નબળી રહે છે. આ લોકોની ધાર્મિક કામોમાં રૂચી ખુબ ઓછી હોય છે. ત્યાં પરિવારમાં હંમેશા લડાઈ જ રહે છે અને જીવનસાથી સાથે બિલકુલ નથી બનતું.
રાખો આ બાબતોનું ધ્યાન

જે લોકોની કુંડળીમાં શુક્ર પહેલા ભાવમાં હોય છે. તે લોકોએ નીચે જણાવેલ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ બાબતોનું ધ્યાન રાખીને, તમે આ ગ્રહના પ્રકોપથી બચી શકો છો.
જ્યારે શુક્ર કુંડળીમાં પહેલા ઘરમાં હોય ત્યારે 25 વર્ષની ઉંમરે લગ્ન કરવાનું ટાળો. જો શક્ય હોય તો, 25 પછી જ લગ્ન કરો.
કોઈ પણ કાર્ય શરૂ કરતાં પહેલાં સમજદાર વ્યક્તિની સલાહ લો અને તેમની સલાહ પછી જ કામ શરૂ કરો.
તમારી પત્નીના આરોગ્યની સારી સંભાળ રાખો અને તેની બધી ઇચ્છાઓ પૂર્ણ કરો.
આ કામ કરો
આવા લોકોએ કાળી રંગની ગાયની સેવા કરવી જોઈએ અને શુક્રવારે તેને ઘાસ ખવડાવો.
શુક્રવારે દહીંથી સ્નાન કરો અને આ દિવસે દહીંનું સેવન કરવાનું ટાળો.
શુક્રવારે સફેદ રંગના વસ્ત્રો પહેરો અને પૂજા કર્યા પછી કપાળ પર સફેદ રંગનું ચંદનનું તિલક જરૂર કરો.
શુક્રદેવ ની પૂજા કરો અને માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરો.
શુક્રવારે ખાટી ચીજોનું સેવન કરવાનું ટાળો અને બને તેટલી ખાતી વસ્તુઓનું દાન કરો.
તમારા ઘરને સાફ રાખો અને ઘરને ગંદુ થવા ન દો.
શુક્ર ગ્રહને પ્રસન્ન કરવા માટે સતત 5 શુક્રવાર સુધી ગરીબ લોકોને ખીરનું દાન કરો.
શુક્રવારે શુક્ર દેવનું વ્રત રાખો અને શિવલિંગની પૂજા કરો.
સાંજના સમયે શુક્રગ્રહ થી જોડાયેલ કથા વાંચો અને કથા વાંચ્યા પછી લોકોને પ્રસાદ વહેંચો.
આ દિવસે શક્ય તેટલી સફેદ રંગની વસ્તુઓનું દાન કરો.
પીપળના ઝાડની પૂજા કરો અને ઝાડને દૂધ અર્પિત કરો.
સવારે સ્નાન કર્યા પછી માટીના વાસણની અંદર દહીં ભરો અને આ દહીંને કોઈ જળમાં પાત્ર સહિત પ્રવાહિત કરી દો.