કચરાએ ખોલી નાખી વૃદ્ધ વ્યક્તિની કિસ્મત, મળ્યો બેશકિંમતી હીરો, કિંમત જાણીને ઉડી જશે તમારા હોંશ

કચરાએ એક વૃદ્ધ અને પેન્શનવાળા વ્યક્તિનું નસીબ બદલી નાખ્યું છે. આ વૃદ્ધને તેના ઘરના કચરામાંથી 34 કેરેટનો કિંમતી હીરો મળ્યો છે. આ હીરાની કિંમત 2 મિલિયન પાઉન્ડ એટલે કે 20,65,45,600 રૂપિયા છે.
માર્ક લેનના આ માણસને જ્યારે હીરાની સાચી કિંમત ખબર પડી તો તેના હોંશ ઉડી ગયા. એક પાઉન્ડના સિક્કા કરતાં પણ મોટો હીરાને લંડનના હેટન ગાર્ડન્સમાં આવતા મહિને હરાજી માટે મૂકવામાં આવશે.
બ્રિટેનના નોર્થ ટાઇનસાઈડ ના નોર્થ શિલ્ડસ માં રહેવા વાળા લેન એ કહ્યું 70 ના દશક માં એક મહિલા જ્વેલરીના બેગ સાથે અહીં આવી હતી અને તેણે તેને અહીં સુરક્ષિત મૂકી દીધું કેમ કે શહેરમાં તેમની એપોન્ટમેન્ટ હતી.
આ હીરાને મહિલાના લગ્નના બેન્ડના દાગીના અને અન્ય ઓછી કિંમતના વસ્ત્રો સાથે એક બોક્સમાં મુક્યો હતો. માર્ક લેને કહ્યું, ‘અમે એક ખૂબ મોટો પથ્થર (હીરા) જોયો, જે પાઉન્ડના સિક્કા કરતાં પણ મોટો હતો, મને લાગ્યું કે તે CZ (ક્યુબિક ઝિર્કોનિયા, સિન્થેટિક હીરા જેવો દેખાવ) વસ્તુ છે’.
એન્ટવર્પ બેલ્જિયમના નિષ્ણાતો દ્વારા હીરાને પ્રમાણિત કરવામાં આવે તે પહેલાં, અમે તેને લંડન મોકલ્યો હતો જ્યાં તેને કહેવામાં આવ્યું હતું કે તે 34.19 કેરેટનો રંગ HVS 1 છે, જે અત્યંત દુર્લભ હીરો છે. આ દુર્લભ હીરો હાલમાં લંડનના હેટન ગાર્ડનમાં રાખવામાં આવ્યો છે જ્યાં હરાજી બાદ નવા માલિક તેને એકત્ર ન કરે ત્યાં સુધી તે રહેશે.