સૂર્યાસ્ત પછી શા માટે અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતા, કારણ જાણીને તમે ચોંકી જશો..
હિન્દુ ધર્મમાં કુલ 16 સંસ્કારનું વર્ણન કરવામાં આવે છે. આ બધા સંસ્કારોમાં 16 સંસ્કાર અર્થાત છેલ્લો સંસ્કારને અંતિમ સંસ્કાર માનવામાં આવે છે, જે વ્યક્તિના મૃત્યુ પછી કરવામાં આવે છે. આ સંસ્કાર માટે પણ અમુક નિયમ બનાવવામાં આવેલ છે.
જેમાં શબનો અંતિમ સંસ્કાર કાર્ય ક્યારેય પણ સુર્યાસ્ત પછી કરવામાં આવતું નથી. તે સિવાય અંતિમ સંસ્કારના સમયે અંતિમ સંસ્કારની ક્રિયા કરનાર વ્યક્તિ કાણા વાળા ઘડા માં પાણી ભરીને ચિતા ઉપર મુકવામાં આવેલ શરીરની પરિક્રમા કરે છે. ત્યારપછી તે માટલાને પછાડીને ફોડી દેવામાં આવે છે.
ગરુડ પુરાણ અનુસાર રાતમાં એટલે કે સુર્યાસ્ત પછી અંતિમ સંસ્કારને હિન્દુ ધર્મશાસ્ત્ર વિરુદ્ધ માનવામાં આવેલ છે. એટલા માટે રાતના જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના શબ ને રાખીને સવાર સુધી રાહ જોવામાં આવે છે. ત્યારબાદ પછીના દિવસે સુર્યોદય પહેલા અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
રાતમાં એટલે કે સુર્યાસ્ત બાદ અંતિમ સંસ્કાર કરવા પર માન્યતા છે કે તે સમયે સ્વર્ગના દ્વાર બંધ થઈ જાય છે અને નરકના દ્વાર ખુલ્લા હોય છે. તેવામાં જીવની આત્મા એ નરકનો કષ્ટ ભોગવવું પડે છે. સાથોસાથ એવું પણ માનવામાં આવે છે કે આવતા જન્મમાં આ વ્યક્તિને કોઈ અંગ દોષ થઈ શકે છે.
એવું પણ કહેવામાં આવે છે કે સુર્યાસ્ત પછી મૃત્યુ થયું હોય તો ધર્મ અનુસાર તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવતો નથી. આ દરમિયાન શરીરને આખી રાત ઘરમાં જ રાખવામાં આવે છે અને કોઈને કોઈ વ્યક્તિ તેની પાસે રહે છે. તેનો અંતિમ સંસ્કાર બીજા દિવસે કરવામાં આવે છે. જો રાતના સમયે શરીરનો અંતિમ સંસ્કાર કરવામાં આવે તો તેનાથી વ્યક્તિની અધોગતિ પ્રાપ્ત થાય છે અને તેને મુક્તિ મળતી નથી. આવી આત્મા અસુર, દાનવ અથવા પિશાચ યોનિમાં જન્મ લે છે.
સાથોસાથ કાણા વાળા ઘડામાં પાણી ભરીને મૃત શરીરની આસપાસ ચારો તરફ પ્રદક્ષિણા કરીને અને અંતમાં ઘણાને ફોડવાની પાછળ માન્યતા છે કે આત્માનો શરીર પ્રત્યે મોહ ભંગ થાય છે. શરીરની પરિક્રમા દરમિયાન વ્યક્તિના જીવનની કહાનીને જણાવવામાં આવે છે. તેમાં મનુષ્યને ઘડો માનવામાં આવે છે અને ઘડામાં જે પાણી રહેલ છે તે વ્યક્તિ નો સમય માનવામાં આવે છે. જેમ પાણી કાળામાંથી ટપકીને ઓછું થાય છે, તેમ તે વ્યક્તિનું આયુષ્ય ઓછું થાય છે. અંતમાં ઘડો ફોડીને એવો સંકેત આપવામાં આવે છે કે વ્યક્તિનું આયુષ્ય પૂરું થઇ ગયું છે અને શરીરમાં રહેવાવાળી આત્મા મુક્ત થઈ ગઈ છે.