ગામમાંથી 7 દીકરીઓની એક સાથે નનામી ઉઠી, દીકરીઓની અંતિમયાત્રામાં આખું ગામ ધૂસકે ધ્રુસકે રડી પડ્યું..

ગામમાંથી 7 દીકરીઓની એક સાથે નનામી ઉઠી, દીકરીઓની અંતિમયાત્રામાં આખું ગામ ધૂસકે ધ્રુસકે રડી પડ્યું..

બિહારના મનનદિહ ગામમાંથી એક ઘટના સામે આવી છે કે જેને જાણતાની સાથે જ દરેક લોકો રડી પડે છે. બિહારમાં દિવાળીના દિવસોમાં બહેનો પોતાના ભાઈની લાંબી ઉંમર માટે કર્માનું વ્રત રાખતી હોય છે. આ વ્રતમાં બહેનો માટીના કર્મા બનાવે છે અને તે દરમિયાન ઉપવાસ રાખીને પૂજા કરતી હોય છે અને જયારે તે વ્રત પૂરું થાય ત્યારે કર્માને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે.

મનનદિહ ગામની 7 દીકરીઓએ પણ પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે કર્માનું વ્રત રાખ્યું હતું. આખો દિવસો ભાઈઓની લાંબી ઉંમર માટે બહેનોએ ઉપવાસ પણ રાખ્યો હતો. સાંજે વ્રત પૂરું થતા સાતે બહેનો કર્માને પધરાવા માટે ગામમાં એક ખેતરમાં બનેલા કુંડ પાસે ગઈ હતી.

ત્યાં કર્મા પધરાવતા સમયે સાતે બહેનોનું પાણીમાં ડૂબી લીધે મૃત્યુ થઇ ગયું હતું. આ વાતની જાણ થતાની સાથે જ પરિવાર અને આખા ગામમાં શોકના વાદળો છવાઈ ગાય હતા. આખું ગામ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. એક સાથે એક જ ગામની 7 દીકરીઓનું મૃત્યુ થઇ જતા આખા ગામના લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. પોલીસ પર ઘટના સ્થળે આવી પહોંચી હતી.

ગામમાં એક સાથે 7 દીકરીઓની નનામી ઉઠતા જે વાતવારણ સર્જાયું હતું. તેની કલ્પના કરવી પણ ખુબ જ મુશ્કિલ બની ગયું હતું. માતા પિતાએ દીકરીઓના લગ્નના સપના થોડા જ સમયમાં વેર વિખેર થઇ ગયા હતા. હવે ભાઈઓની લાંબી ઉંમર માટે કોણ વ્રત રાખશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *