સુરેન્દ્રનગરના સેનાના જવાન માં ભોમની સેવા કરતા કરતા શહીદ થયા તો પરિવાર અને ગામના લોકોએ ભેગા થઈને આ જવાનને ભીની આંખે આપી અંતિમ વિદાય

સુરેન્દ્રનગરના સેનાના જવાન માં ભોમની સેવા કરતા કરતા શહીદ થયા તો પરિવાર અને ગામના લોકોએ ભેગા થઈને આ જવાનને ભીની આંખે આપી અંતિમ વિદાય

દરેક લોકોને ખબર જ હોય છે કે દેશની સેવા કરવા માટે હંમેશા દેશના સેનાના જવાન તૈયાર જ રહે છે. સેનાના જવાન કોઈ દિવસ તડકો, છાંયડો હોય કે પછી વરસાદ કોઈ દિવસે કઈ પણ જોયા વગર જ ચોવીસે કલાક દેશની સેવા કરતા જ રહે છે. આપણે એવા જ એક સેનાના જવાન વિષે જાણીએ જેઓ દેશની સેવા કરતા કરતા શહીદ થઇ ગયા હતા.

આ જવાનનું નામ રઘુભાઇ બાવળીયા છે અને તેઓ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામના રહેવાસી હતા અને તેમની ફરજ પર તે હતા તે જ વખતે દેશની સેવા કરતા કરતા શહીદ થઇ ગયા હતા.

તો તેમની શહાદતના સમાચાર પરિવારને મળ્યા તો બધા જ લોકો ખુબ જ દુઃખી થયા હતા, તેની સાથે સાથે ગામના લોકોમાં પણ ભારે શોક સર્જાયો હતો અને આ જવાન શહીદ થયાને થોડા મહિનાઓ થઇ ગયા છે.

આપણી સેનાના જવાન પરિવારથી જુદા રહીને દેશની સેવા કરતા હોય છે અને જે આપણા બધા માટે એક ગર્વની વાત છે કેમ કે આ જવાન હંમેશા દેશની સેવા કરવા માટે તૈયાર જ રહેતા હોય છે. જે વખતે આ જવાનના પાર્થિવ દેહને તેમના વતને લાવવામાં આવ્યો તો એ વખતે ઘણી મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા.

લોકોએ ભેગા થઈને આ જવાનના પાર્થિવ દેહ પર ફૂલો વરસાવીને આ જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી. તેની સાથે સાથે આ જવાનની માતાએ રડતા રડતા એવું કહ્યું હતું કે ધરતી પર આવા બહાદુર દીકરાઓને જન્મ આપજો. એ વખતે ત્યાં હાજર બધા જ લોકોની આંખોમાંથી આસું આવી ગયા હતા અને પછી લોકોએ ભેગા થઈને આ જવાનને ભીની આંખ અંતિમ વિદાય આપી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *