અમદાવાદમાં ગુજરાતી થાળી જોઈને ખુશીથી ઝુમી ઉઠી અભિનેત્રી માધુરી દીક્ષિત, વિડીયોથી ગુજરાતીઓનું જીતી લીધું દિલ

બોલીવુડની ધક-ધક માધુરી દીક્ષિત 54 વર્ષની ઉંમરમાં પણ પડદા પર અને સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ નજર રહે છે. અભિનેત્રી પોતાના અલગ અને મજેદાર પોસ્ટ દ્વારા ફેન્સના દિલ ઉપર રાજ કરતી નજર આવે છે. આ કડીમાં માધુરી દીક્ષિતે લોકોનું દિલ જીતવા માટે નવો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેના ફેન્સ ખુબ જ સારી પ્રતિક્રિયાઓ આપવા માટે મજબુર થઈ ગયા છે.
હાલમાં જ માધુરી દીક્ષીત બોલિવુડ ફિલ્મના શુંટિંગ માટે અમદાવાદમાં આવી હતી. આ સમય દરમિયાન તે ત્રણ દિવસ સુધી ગુજરાતમાં રોકાઈ હતી. હાલમાં તેના ફિલ્મનું શુંટિંગ અમદાવાદમાં થઈ રહ્યું હતું. જેથી અમદાવાદીઓને માધુરી દીક્ષિતની એક ઝલક જોવાનો અવસર મળ્યો હતો.
માધુરી દીક્ષિતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે મલ્ટી કલર ની સાડી માં હંમેશાની જેમ ખુબ જ સુંદર દેખાતી હતી. વળી આ વખતે અભિનેત્રી ખુબ જ પ્રેમથી પોતાના હાથથી ગુજરાતી થાળીની સજાવટ કરતી જોવામાં આવી રહેલ છે. આ વીડિયોમાં એવું પણ નજર આવી રહ્યું છે કે આ થાળીનો આનંદ ઉઠાવવા માટે માધુરી દીક્ષિત ખુબ જ આતુર છે અને પોતાની ખુશીને તે ડાન્સ દ્વારા વ્યક્ત કરતી નજર આવી રહી છે.
માધુરી દીક્ષિતનો લુક અંદાજ અને અવતાર એકવાર ફરીથી લોકોનું દિલ જીતવામાં સફળ રહેલ છે. અભિનેત્રીના આ વીડિયોને અત્યાર સુધીમાં ઇન્સ્ટાગ્રામ પર 5 લાખથી વધારે લાઇક મળી ચુક્યા છે. સાથોસાથ યુઝર્સ ખુબ જ શ્રેષ્ઠ પ્રતિક્રિયાઓ આપી ને વિડીયો પર પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.
View this post on Instagram
વીડિયો ને શેર કરીને માધુરી દીક્ષિતે લખ્યું છે કે, ‘ભોજન જ પ્રેમ છે.’ તેના પર એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું છે કે તમે ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છો. વળી અન્ય એક યુઝરે લખ્યું છે કે ખાવા પીવાની પોસ્ટ કરવી જોઈએ નહીં, મોઢામાં પાણી આવી જાય છે. વળી બાકીના ઘણા યુઝર્સે હાર્ટ અને લવ ઇમોજી ડ્રોપ કરીને માધુરી અને ભોજન પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.