રાત્રે સુતા પહેલા ચહેરા પર લગાવો સંતરાના બીજ નું તેલ, ચહેરો ગોરો બનશે

સંતરાનું ફળ ખાવાથી શરીરમાં ઘણા પ્રકારના ફાયદાઓ થાય છે. સંતરાનો રસ પણ પીવામાં આવે તો શરીરમાં વિટામિનની કમીદૂર થાઈ છે. મોટાભાગના લોકો નારંગીના ફાયદાઓને જાણે છે. સંતરાના ફળના બીજની મદદથી આરોગ્ય, ત્વચા અને વાળને લગતી ઘણી સમસ્યાઓ થોડી વારમાં દૂર થઈ શકે છે. જાણો તેના ફાયદાઓ
સ્વાસ્થ્ય માટે સંતરાના બીજ ના ફાયદાઓ
બ્લડ પ્રેશર નિયંત્રિત કરે
સંતરાના બીજમાં વિટામિન બી 6 વધુ પ્રમાણમાં હોય છે. વિટામિન બી 6 બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. હાઇ બ્લડ પ્રેશરથી પીડિત લોકો માટે સંતરાના બીજ સારા ગણવામાં આવે છે જેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે. તેઓએ સંતરાનું બીજ લેવું જ જોઇએ.
રોગપ્રતિકારક શક્તિ વધુ સારી થાઈ
સંતરાના બીજ રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવામાં સહાયક માનવામાં આવે છે અને તેમની મદદથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી નથી. નારંગીના બીજમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ ખુબ જ હોઈ છે. તેથી જે લોકો સરળતાથી માંદા પડે છે. તેઓએ સંતરાના બીજનું સેવન કરવું જોઈએ. તેમને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ બરાબર રહેશે અને તમે સરળતાથી બીમાર નથી પડતા.
સુકા વાળનુ રૂખાપણું દૂર કરે
સંતરાના બીજ પીસીને તેલ કાઢવામાં આવે છે અને આ તેલ વાળ માટે ખુબ જ ફાયદાકારક છે. સંતરાના બીજ નું તેલ વાળ લગાવવાથી વાળ ચળકતા થાય છે અને તેમનું સુકાપણું દૂર થાય છે.
વાળ મૂળમાંથી મજબૂત બને
આ તેલને વાળ પર લગાવવાથી વાળ ના મૂળિયા મજબૂત બને છે. સંતરાના બીજના તેલમાં વિટામિન સી, ફોલિક એસિડ અને બાયો-ફ્લેવોનોઇડ્સ હોય છે. જે વાળને મજબૂત બનાવવા માટે કામ કરે છે. જો તમારા વાળ ખુબ જ તૂટતાં હોઈ, તો તમારે અઠવાડિયામાં બે વાર સંતરાના બીજનું તેલ લગાવવું જોઈએ.
ચહેરો ચમકવા લાગશે
સંતરાના બીજનું તેલ ચહેરા પર લગાવવાથી રંગ તેજ થાય છે અને ચહેરો ગ્લો આવે છે. સુતરાઉની મદદથી દરરોજ રાત્રે ચહેરા પર સંતરાનાના બીજનું લ લગાવો. એક અઠવાડિયા માં ચહેરો ચમકવા લાગશે.