ગીર સોમનાથમાં જોવા મળ્યો લગ્નનો રજવાડી ઠાઠ, પહેલીવાર હેલીકોપ્ટરમાં જોડાઈ જાન, પારંપરિક પહેરવેશમાં જોવા મળી લગ્નની સુંદર ઝલક, જુઓ વીડિયો

હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઠેર ઠેર ઘણા બધા લગ્નો યોજાઈ રહ્યા છે. જે લોકો પોતાના લગ્ન ધામધૂમથી કરવા ઇચ્છતા હોય તેમને કોરોનાના કારણે લાગેલા લોકડાઉન અને નિયમોના કારણે પોતાના લગ્નો પાછા ઠેલ્યા હતા, પરંતુ હવે કોરોનાનો પ્રકોપ ઓછો થતા જ એવા લોકો પણ લગ્નો કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં લગ્નની જાહોજલાલીના ઘણા વીડિયો સામે આવતા રહે છે, ઘણા લોકો લગ્નની અંદર આંખો બંધ કરીને ખર્ચ પણ કરતા હોય છે અને પોતાના વ્હાલસોયા દીકરા-દીકરીના લગ્ન ધામધુમથી કરાવતા હોય છે.
ઘણીવાર આવા લગ્નો ચર્ચાનો વિષય પણ બનતા હોય છે. હાલ એવા જ એક લગ્નની ખબર ગીર સોમનાથથી સામે આવી છે. જ્યાં લગ્નમાં અનોખો ઠાઠ માઠ જોવા મળ્યો હતો, જેના કારણે તે ચર્ચાનો વિષય બન્યા છે.
ગીર સોમનાથના આહીર સમાજના યુવા આગેવાન નથુભાઈ સોલંકીના દીકરાના અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં ચેતન અને શૈલેષના લગ્ન પ્રસંગે શાહી ઠાઠ સાથે હેલિકોપ્ટર મારફતે વરરાજાની જાન આજોઠા ગામેથી નીકળી હતી.
ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં હેલિકોપ્ટરમાં જાન જોડાયાનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. હેલીકોપ્ટરમાં આવેલી આ જાન જોવા માટે લોકોના ટોળે ટોળા પણ ઉમટી આવ્યા હતા. આ ઉપરાંત આહીર સમાજના આ શાહી લગ્નોત્સવમાં પારંપરીક પહેરવેશ સાથે પ્રાચીન સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી.
તો આ શાહી લગ્નની અંદર ગરબા નાઈટ પણ ખુબ જ ખાસ હતી. જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ ગરબાનો રંગ જમાવ્યો હતો. જેમાં ગમન સાંથલ, ગીતા રબારી, જીજ્ઞેશ કવિરાજ, ઉર્વશી રાદડિયા, દિવ્યા ચૌધરી, નારાયણ ઠાકર સહિતના ખ્યાતનામ કલાકારો ગરબાના તાલે ઝુમતા અને ઝુમાવતા જોવા મળ્યા હતા.
બાબરામાં રહેતા પ્રાગજીભાઇ વશરામભાઇ વિસલપરાની દીકરી હિમાલીના લગ્ન રાજકાેટના સરધારમા રહેતા હરેશભાઇ રણછાેડભાઇ કાશીપરાના દીકરા હિરેન સાથે થયા છે.
વરરાજા હેલિકોપ્ટરમાં બેસી બાબરા પરણવા આવ્યા હતા. ગામમાં હેલિકોપ્ટરમાં જાન આવતાં મોટી સંખ્યામાં લોકો જાેવા માટે ઉમટ્યા હતા.
વેરાવળ તાલુકાના આજોઠા ગામેથી આહિર અગ્રણી નથુભાઈ સોલંકી અને તેમના ભાઇ રામસીંગભાઇના દીકરાઓ ચેતન અને શૈલેષની જાન હેલીકોપ્ટરમાં આજોઠાથી ઉપડી હતી. આ હેલિકોપ્ટરનું ઘૂસિયા લેન્ડીંગ થયું. ત્યાંથી એકની જાન ગાભા અને બીજાની ઉમરેઠી ગઇ હતી.
ગીર સોમનાથ જિલ્લામાં આહીર સમાજના લગ્નોત્સવમાં હેલિકોપ્ટર જાન જોડાતા લોકોમાં અનેરો રોમાંચ જોવા મળ્યો હતો. રજવાડી ઠાઠ સાથેની જાનને જોવા ગ્રામજનોના ટોળા ટોળા ઉમટ્યા હતા.
જાન પરત આવ્યા બાદ આજોઠા સીમ શાળાના બાળકો અને મેઘપૂર પ્રાથમિક શાળાનાં બાળકોને હેલીકોપ્ટર જોવા માટે બોલાવવામાં આવ્યા હતા. જેના કારણે હેલીકોપ્ટર જોઈને પણ બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકોને નથુભાઈ સોલંકી દ્વારા હેલીકોપ્ટર બતાવ્યા બાદ જમાડી અને પરત મોકલવામાં આવ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં હેલિકોપ્ટરમાં જાન લઈ આવતા જાનૈયાઓની સાથે માંડવીયા પણ ચકિત રહી ગયા હતા. વરરાજાની અદભૂત ક્ષણ જોઈ સૌ કોઈ લોકોમાં કુતુહલ સર્જાયું હતું.
સૌ કોઈ લોકો હેલિકોપ્ટરમાં આવેલી વરરાજાની જાન જોતા બધા ખુશ થવાની સાથે દંગ રહી ગયા હતા. જાનૈયા ઉપર પુષ્યવર્ષા થતા તેઓ પણ ગેલમાં આવી ગયા હતા. વરરાજા હેલિકોપ્ટરમાં આવતાની સાથે તેનો દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયામાં ઘણા એવા લગ્નનો ખબરો સામે આવે છે. જેમાં જોવા મળતા ઠાઠ માઠને કારણે તે ચર્ચામાં આવતા હોય છે. આ લગ્નમાં પણ એવું જ કંઈક જોવા મળ્યું હતું. જેના લીધે આ લગ્ન પણ સોશિયલ મીડિયામાં છવાયેલા છે.
View this post on Instagram
આ લગ્નની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં જોવા મળી રહ્યું છે કે આ અનોખા લગ્નની અંદર કેવી જાહોજલાલી જોવા મળી હતી.