એક સમયે વેઈટર તરીકે કામ કરતા હતા રોહિત શેટ્ટીના પિતા, પછી બન્યા બોલિવૂડના સૌથી મોટા સ્ટંટ માસ્ટર

સિત્તેરના દાયકામાં ફિલ્મોમાં સ્ટંટનો મોટો રોલ હતો. ફિલ્મોમાં સ્ટંટ માસ્ટરનું પરાક્રમ નજરે પડ્યું. એ જમાનામાં વિલન અને સ્ટંટ માસ્ટર વિના કોઈ પણ ફિલ્મો સફળ થવી લગભગ અશક્ય હતી. તે સમયે ફિલ્મમાં ગમે તેટલા પ્રખ્યાત હીરો હોય, જો તે ફિલ્મમાં કોઈ વિલન ન હોત તો ફિલ્મ ચાલવી અશક્ય હતી.
આજે તમને એવા જ એક સ્ટંટ માસ્ટરની કહાની જણાવીએ જે રોજીરોટી કમાવવા માટે મુંબઈ આવ્યો હતો પરંતુ પછી તેણે કંઈક એવું કર્યું કે બોલિવૂડનો સૌથી ફેમસ વિલન અને સ્ટંટ માસ્ટર બની ગયો.
આ કહાની છે બોલિવૂડ ડિરેક્ટર અને પ્રોડ્યુસર રોહિત શેટ્ટીના પિતા એમબી શેટ્ટીની. એમબી શેટ્ટી ભૂતકાળમાં ફિલ્મોના જાણીતા વિલન રહી ચૂક્યા છે. એમબી શેટ્ટીએ ફિલ્મોમાં ખલનાયકની સાથે સાથે સ્ટંટ ડિરેક્ટરની ભૂમિકા પણ ભજવી હતી, પરંતુ તેમનો શરૂઆતનો તબક્કો ઘણો સંઘર્ષપૂર્ણ રહ્યો હતો.
વાસ્તવમાં એમબી શેટ્ટીને અભ્યાસમાં વધારે રસ ન હતો જેના કારણે તેના પિતાએ તેને મુંબઈ મોકલી દીધા હતા. એમબી શેટ્ટીના પિતાએ પુત્રને મુંબઈ મોકલ્યો કે તે ત્યાં કોઈ કામ શીખીને પૈસા કમાઈને રોજીરોટી કરશે.
આ ક્રમમાં, જ્યારે એમબી શેટ્ટી મુંબઈ પહોંચ્યા. ત્યારે તેમણે સૌથી પહેલા એક રેસ્ટોરન્ટમાં વેઈટરની નોકરી લીધી, પરંતુ તેમને આ કામ કરવાનું મન ન થયું. પછી તેણે બોક્સિંગ કરવાનું નક્કી કર્યું. આ કામ તેના માટે સારું રહ્યું. તેણે બોક્સિંગમાં ઘણું નામ કમાવ્યું. ઘણી ટુર્નામેન્ટ જીતી. રોહિત શેટ્ટીના પિતા એમબી શેટ્ટીએ લગભગ 8 વર્ષ બોક્સર તરીકે કામ કર્યું હતું.
બોક્સિંગ પછી તેને ફિલ્મોમાં ફાઈટ ઈન્સ્ટ્રક્ટરની નોકરી મળી. તેણે 1956માં આવેલી ફિલ્મ હીરથી ફાઈટ ઈન્સ્ટ્રક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી, તેણે એક્શન કોઓર્ડિનેટર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. એમબી શેટ્ટી અહીં જ અટક્યા નથી. તેણે અભિનયમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું.
એમબી શેટ્ટીએ 1957માં અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેણે ધ ગ્રેટ ગેમ્બલર, ત્રિશુલ, ડોન, કસ્મે વાદે, શાલીમાર, ખેલ-ખેલ મેં, વોરંટ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું.
તેમના ખલનાયક અવતારને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. પરંતુ સ્ક્રીન પર મોટા મોટા સ્ટંટ કરનાર આ સ્ટંટ માસ્ટર એક દિવસ તેના ઘરમાં અચાનક લપસી ગયા અને તે પડી ગયા. જેના કારણે એમબી શેટ્ટીને ઘણું વાગ્યું. આ અકસ્માત બાદ તે સ્ટંટ કરી શક્યા નહોતા. ઘણા લોકો તેની પાછળ તેમની પીવાની આદતને પણ જવાબદાર ગણાવે છે. આ બધી ધમાલ વચ્ચે 23 જાન્યુઆરી 1982ના રોજ એમબી સેટ્ટી જેવા મહાન કલાકારે દુનિયાને અલવિદા કહ્યું.