ગુજરાતના ઘણા શહેરોમાં રસ્તા કિનારે રહેલી નોનવેજની દુકાનો પર લાગ્યો પ્રતિબંધ, આખરે શા માટે ઉઠાવવામાં આવ્યું આવું પગલું..

વડોદરામાં ખુલ્લામાં નોનવેજ વેચનાર લોકો પર લગામ લગાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતનાં ઘણા શહેરોમાં રસ્તા પર નોનવેજની લારીઓને બંધ કરાવવામાં આવી રહી છે, જેમાં ઘણા મોટા શહેરો સામેલ છે. અધિકારીઓને નિર્દેશ આપેલ છે કે નોનવેજ ખુલ્લા સ્ટોલ પર ન વેચાય અને જે લોકો તેને વેચી રહ્યા છે તેવો નોનવેજ ને સંપુર્ણ રીતે કવર કરીને રાખે.
ઈંડા અને તેમાંથી બનતી ચીજોને ખુલ્લામાં વેચવા વાળા લોકો પર આ નિયમ લાગુ થશે. આ પહેલા ગુજરાતના રાજકોટ શહેરના મેયર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા હતા કે નોનવેજ વેચનાર સ્ટોલને હોકિંગ જોન સુધી સીમિત રાખવામાં આવે અને તેને મુખ્ય રસ્તાઓથી દુર કરવામાં આવે. આ નિર્ણય બાદ વડોદરા પણ આ દિશામાં સક્રિય જોવા મળી રહ્યું છે.
અધિકારીઓએ ફુડ સ્ટોલ અને લારી લગાવનાર લોકોને આ આદેશનું પાલન કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે તે સુનિશ્ચિત કરવામાં આવે કે નોનવેજ તથા તેમાંથી બનેલ વ્યંજન સંપુર્ણ રીતે ઢંકાયેલ હોય. એવું જણાવવામાં આવી રહ્યું છે કે વડોદરામાં આ આદેશ મૌખિક રૂપથી વડોદરા નગર નિગમનાં સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ હિતેન્દ્ર પટેલ દ્વારા રજુ કરવામાં આવેલ છે. જોકે સ્થાનીય રિપોર્ટનું માનવામાં આવે આ આદેશને લઈને થોડી ભ્રમની સ્થિતિ પણ ઉભી થયેલ છે કે આખરે હિતેન્દ્ર પટેલના આ આદેશને અમલમાં કેવી રીતે લાવવામાં આવશે.
અહેવાલો અનુસાર હિતેન્દ્ર પટેલે કહ્યું હતું કે મેં બધા ફુડ સ્ટોલ વિશેષ કરીને જે ખુલ્લામાં નોનવેજ ભોજન જેમકે માંસ, માછલી અને ઈંડા વેચી રહ્યા છે તે લોકો સુનિશ્ચિત કરે કે સ્વચ્છતાને લીધે ભોજનને સંપુર્ણ રીતે ઢાંકેલું રાખવામાં આવે અને સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવે. આવા ફુડ સ્ટોલને મુખ્યમાર્ગ પરથી હટાવવા જોઈએ. કારણ કે તેઓ ટ્રાફિકજામનું કારણ બની શકે છે.
હિતેન્દ્ર પટેલે કહ્યું હતું કે રોડના કિનારે ખુલ્લામાં નોનવેજ ભોજન દેખાવાથી અન્ય લોકોને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. જો કે વર્ષોથી ખુલ્લામાં નોનવેજ ફુડ વેચવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે સમય આવી રહ્યો છે કે તેને બદલી દેવામાં આવે.
આ અંગે તમારો શું અભિપ્રયા છે?