સોનુ સૂદના પોસ્ટર પર વહી દુધની નદીઓ, ચાહકોએ દૂધથી અભિષેક કર્યો, જુઓ તસવીરો

મહામારીમાં સોનુ સૂદ સતત મદદ કરતો આવ્યો છે અને આથી જ તે ચાહકોમાં મસીહા તરીકે ઊભરી આવ્યો છે. હાલમાં જ આંધ્ર પ્રદેશમાં સોનુ સૂદના મોટા પોસ્ટર પર દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. સોનુ સૂદે આ વીડિયો સો.મીડિયામાં શૅર કર્યો હતો. જોકે, ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકે આ વીડિયો સામે નારાજગી પ્રગટ કરી હતી.
આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં શ્રીકલાહસ્તી વિસ્તારમાં સોનુ સૂદની મોટી તસવીર મૂકવામાં આવી હતી અને લોકોએ તેના પર દૂધનો અભિષેક કર્યો હતો. પુલી શ્રીકાંતે આ ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરી હતી. લોકોએ સોનુ સૂદનો આભાર માનવા માટે દૂધના અભિષેકનું આયોજન કર્યું હતું.
સોનુ સૂદે સો.મીડિયામાં વીડિયો શેર કર્યો
સોનુ સૂદે સો.મીડિયામાં આ વીડિયો શેર કર્યો હતો અને આભાર માન્યો હતો.
કવિતા કૌશિકે સો.મીડિયામાં આ વીડિયો જોયો હતો અને તેણે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે સારા કામની આ રીતે પ્રશંસા કરી શકાય નહીં. તેણે વીડિયો સ્ક્રીનશોટ શેર કરીને કહ્યું હતું, ‘આપણે બધઆ સોનુ સૂદને પ્રેમ કરીએ છીએ અને દેશ તેના કામ પ્રત્યે કૃતજ્ઞ છે. જોકે, સોનુને પણ આ મૂખાર્મી ભર્યું કામ નહીં જ ગમ્યું હોય એ નક્કી છે. જ્યારે એકબાજુ લોકો ભૂખથી મરી રહ્યાં છે, ત્યારે દૂધનો આ રીતે વેડફાટ કરવો યોગ્ય નથી. શા માટે આપણે દરેક બાબતમાં વધુ પડતું વર્તન કરીએ છીએ..’
હાલમાં સોનુ સૂદે ડોક્ટર્સને સવાલ કર્યો હતો
તાજેતરમાં જ સોનુ સૂદે સો.મીડિયામાં ડોક્ટર્સને સવાલ કરતી પોસ્ટ શૅર કરી હતી, જેમાં એક્ટરે પૂછ્યું હતું, ‘એક સરળ સવાલ છે. જ્યારે દરેકને ખબર છે કે એક ખાસ ઈન્જેક્શન ક્યાંય મળતું નથી તો દરેક ડૉક્ટર તે જ ઈન્જેક્શનને કેમ લખે છે. જ્યારે હોસ્પિટલ્સને દવાઓ નથી મળતી તો સામાન્ય વ્યક્તિને કેવી રીતે દવા મળશે. શા માટે આપણે તે દવાઓની સબસ્ટીટ્યૂટ યુઝ નથી કરતાં અને જીવ નથી બચાવતા.’
કેટલાંક યુઝર્સે સવાલનો જવાબ આપ્યો
સોનુના આ સવાલ પર કેટલાંક યુઝર્સે જવાબ પણ આપ્યો હતો. કન્ફએડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય સચિવ સુમિત અગ્રવાલે કહ્યું હતું, ‘કેટલીક દવાઓનો ઓલ્ટરનેટિવ્સ હોતા નથી. જો તમે લિપોસોમલ એમ્ફોટેરિસિન બની વાત કરીએ અત્યાર સુધીની તેની ઓલ્ટરનેટિવ દવા આવી નથી. આ પાત્ર એ જ પ્રિસ્ક્રાઈબ કરી શકે છે, જે મેડિકલ સાયન્સે તેના માટે બનાવી છે. દવાઓ મળે, તે સિસ્ટમની જવાબદારી છે, ડૉક્ટર્સની નહીં.