12000 કરોડ રૂપિયાની રેમન્ડ કંપનીના સ્થાપક ભાડાના મકાનમાં રહેવા માટે થયા મજબૂર, કહ્યું- જીવતા જીવ ક્યારેય સંતાનોને પ્રોપર્ટી ન આપો, જણાવી પોતાની આપવીતી

તમે બધાએ કપડાની ઘણી બ્રાન્ડના નામ તો સાંભળ્યા જ હશે અને તેમાંથી એક બ્રાન્ડ રેમન્ડ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ ભાગ્યે જ કેટલાક એવા લોકો હશે કે જેઓ જાણતા હશે કે આ કંપની ટોચ પરલઈ જવાનું કામ કોણે કર્યું છે?કંપનીને ઉંચાઈ પર લઈ જનાર વ્યક્તિ હવે ક્યાં છે તે બહુ ઓછા લોકો જાણતા હશે. સત્ય જાણશો તો તમને પણ નવાઈ લાગશે.
તમને જણાવી દઈએ કે રેમન્ડ કંપનીને ટોચ પર લઈ જનાર બીજા કોઈ નહીં પણ 83 વર્ષના વિજયપત સિંઘાનિયા છે. રેમન્ડ કંપનીની શરૂઆત 1925માં વિજયપત સિંઘાનિયાએ કરી હતી. આ પછી, 1958 માં તેણે મુંબઈમાં તેનો પહેલો રિટેલ શોરૂમ ખોલ્યો. પોતાની મહેનત અને સમર્પણથી તેમણે આ કંપનીને ઉંચાઈ પર પહોંચાડી. તેણે ભારતમાં જ નહીં વિદેશમાં પણ રેમન્ડ કંપનીના શોરૂમ ખોલ્યા.
આજે વિજયપત સિંઘાનિયા ખુબ જ ગરીબીમાં જીવી રહ્યા છે. તેઓ ભાડાના મકાનમાં રહેવા મજબૂર છે. આ દિવસોમાં રેમન્ડ ગ્રુપના ફાઉન્ડર વિજયપત સિંઘાનિયા પોતાના નિવેદનોને કારણે હેડલાઈન્સનો વિષય બન્યા છે. વિજયપત સિંઘાનિયાનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિ જીવતા હોય ત્યારે તેના બાળકોને ક્યારેય મિલકત ન આપવી જોઈએ, તેણે કહ્યું કે તેણે તેના જીવનનો સૌથી મોટો પાઠ શીખ્યો છે.
વાસ્તવમાં, રેમન્ડ ગ્રૂપના પૂર્વ અધ્યક્ષે તેમની આત્મકથા ‘એન ઇન્કમ્પલિટ લાઇફ’ લૉન્ચ કરી છે, જેમાં તેમણે તેમના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતોનો ખુલાસો કર્યો છે. તેણે પરિવારના સભ્યો વચ્ચે મિલકતના વિવાદ વિશે પણ જણાવ્યું છે. એટલું જ નહીં વિજયપત સિંઘાનિયાએ તેમના બાળપણના દિવસો સાથે જોડાયેલી વાતો પણ શેર કરી છે. પોતાનો અનુભવ શેર કરતા, તેણે કહ્યું છે કે ‘મેં અનુભવમાંથી સૌથી મોટો પાઠ શીખ્યો.’
વિજયપત સિંઘાનિયાએ કહ્યું કે ‘એટલે કે તમે જીવતા હોય ત્યારે પોતાની મિલકત સંતાનોને આપતી વખતે ખુબ કાળજી લેવી જોઈએ. તમારી મિલકત તમારા બાળકોને આપવી જોઈએ, પરંતુ તે તમારા મૃત્યુ પછી જ આપવી જોઈએ. તેમના અનુભવને શેર કરતા, તેણે વધુમાં કહ્યું કે ‘હું નથી ઈચ્છતો કે કોઈ પણ માતા-પિતાને હું દરરોજ જેમાંથી પસાર થઈ રહ્યો છું તેમાંથી પસાર થવું પડે.’
તેણે વધુ ખુલાસો કર્યો કે ‘મને મારી ઓફિસમાં જવાથી રોકવામાં આવ્યો જ્યાં મહત્વપૂર્ણ દસ્તાવેજો અને અન્ય સામાન પડેલો છે જે મારો છે. એટલું જ નહીં, મારે મુંબઈ અને લંડનમાં મારી કાર છોડવી પડી અને હું મારા સેક્રેટરીનો સંપર્ક પણ કરી શકતો નથી.’
વિજયપત સિંઘાનિયાએ કહ્યું કે એવું લાગે છે કે રેમન્ડના કર્મચારીઓને મારી સાથે વાત ન કરવા અને મારી ઓફિસમાં ન આવવાના કડક આદેશ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે એક સમયે વિજયપત સિંઘાનિયા 12000 કરોડ રૂપિયાની કંપની રેમન્ડના માલિક હતા, પરંતુ હવે તેમની હાલત એવી થઈ ગઈ છે કે તેઓ ખુબ જ ગરીબીમાં પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક વિજયપત સિંઘાનિયાનો એક સમયે દબદબો હતો. આટલું જ નહીં, વિજયપત સિંઘાનિયા પહેલા મુકેશ અંબાણીના એન્ટિલિયા જેવા આલીશાન ઘર કરતા ઉંચા ઘર ‘JK હાઉસ’માં રહેતા હતા, પરંતુ હવે કહેવાય છે કે તેમના પુત્રએ વિજયપત સિંઘાનિયા પાસેથી કાર અને ડ્રાઈવર પણ છીનવી લીધા છે. અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દિવસોમાં વિજયપત સિંઘાનિયા દક્ષિણ મુંબઈમાં ભાડાના રૂમમાં રહેવા માટે મજબૂર છે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2015માં વિજયપત સિંઘાનિયાએ તેમની કંપનીના 1000 કરોડના તમામ શેર તેમના દીકરા ગૌતમ સિંઘાનિયાને આપી દીધા હતા, પરંતુ થોડા સમય પછી વિજયપત સિંઘાનિયાએ તેમના દીકરા પર આરોપ લગાવ્યો હતો કે તેણે સીએમડી હોવાનો ખોટો ફાયદો ઉઠાવીને તમામ મિલકત હડપ કરી લીધી અને આજે દીકરાએ તેને ગરીબીમાં પોતાનું જીવન પસાર કરવા મજબૂર કરી દીધા છે.