પોતાની પત્નીનો ફોન ખરાબ થતા પતિએ પત્નીનું સીમકાર્ડ નાખ્યું પોતાના ફોનમાં અને પછી ન થવાનું થયું..

પોતાની પત્નીનો ફોન ખરાબ થતા પતિએ પત્નીનું સીમકાર્ડ નાખ્યું પોતાના ફોનમાં અને પછી ન થવાનું થયું..

લગ્ન બાદનો પ્રેમ સંબંધો આપણા ઘરમાં ઘણી મુશ્કેલી ઉભી કરી દેતા હોય છે આવી જ એક કિસ્સો વડોદરામાં બન્યો છે. જેમાં પ્રેમિકાની જાળમાં ફસાયેલા પ્રેમીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

આણંદના ભાટીપુરાનો વ્યક્તિ સમજી નહોતો શક્યો કે તેની પરિણીત પ્રેમિકાએ તેને પ્રેમ કરવા નહીં પરંતુ જાળમાં ફસાવવા માટે બોલાવી રહી છે. આણંદથી વડોદરા આવેલા વ્યક્તિને પરિણીતા અને તેના પતિએ ભેગા થઈને મોતને ઘાટ ઉતારી દીધો છે. અહેવાલો અનુસાર, વડોદરાના અનગઢ ગામમાં રહેતા વિપુલના લગ્ન લગભગ દોઢેક વર્ષ પહેલા આણંદના સારમખા ગામના શિવાની સાથે થયા હતા.

શિવાનીનો તેના ગામમાં રહેતા રોહિત સાથે પ્રેમ સંબંધ હતો. લગ્ન બાદ શિવાનીએ પિયરમાં આવ્યા પછી પણ તેના પ્રેમી સાથે વાતચીત ચાલુ રાખી હતી. શિવાનીના રાજુને પોતાની પત્નીના લગ્નેત્તર સંબંધો વિશે જાણવા મળતા તેને ખુબ જ આઘાત લાગ્યો હતો.

જ્યારે શિવાનીનો ફોન બગડ્યો ત્યારે વિપુલે તેનું સીમકાર્ડ પોતાના ફોનમાં લગાવ્યું હતું. આ પછી હાય.. મેસેજ આવતા વિપુલને શંકા થઈ અને તેણે આ નંબર પર આવેલી ચેટ ચેક કરતા તેનો પિત્તો ગયો હતો અને તેણે શિવાનીના પ્રેમી રોહિતને ઘરે બોલાવવાનો પ્લાન બનાવ્યો હતો. શિવાનીના પ્રેમીને ફોન કરી ઘરે બોલાવ્યો અને ઘરે પહોંચ્યા બાદ શિવાનીના પ્રેમીએ પતિ વિપુલ પાસે શિવાનીની તસવીરો માંગતા મામલો વધ્યો હતો.

જેને કારણે ગુસ્સામાં વિપુલે શિવાનીના પ્રેમીને માથામાં લાકડાનો ફટકો માર્યો હતો. જેને કારણે તેને લોહી પણ નીકળી રહ્યુ હતુ અને તે બાદ શિવાનીએ તેના પ્રેમીને ઝેરી દવા પીવડાવી ઘરની બહાર ધકેલી દીધો. શિવાનીના પ્રેમી સાથે તેનો એક મિત્ર વિજય પણ આવ્યો હતો.

ઘણા કલાકો સુધી રાહ જોયા પછી પણ રોહિત પરત ના આવતા વિજયે ફોન કર્યો હતો અને વિજયનો ફોન આવતા ચાલવાના હોશ ના હોવા છતાં રોહિત લથડીયા ખોતો ખોતો વિજય પાસે પહોંચ્યો. અને તેના મિત્રએ 108 એમ્બ્યુલન્સ બોલાવી અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો જયાં ડોક્ટરએ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટના બાદ શિવાનીના પ્રેમીના મિત્રએ શિવાની અને તેના પતિ વિરૂદ્ધ નજીકના પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે હત્યાની ઘટનામાં દંપતીની ધરપકડ કરી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

admin