ઘરે જ બનાવો ફૂલેલી અને એકદમ ક્રિસ્પી પાણીપુરી ની પુરી

પાણીપુરી નામ સાંભળતા જ બધા ના મોઢના પાણી આવે જાય છે. પાણીપુરી નાના બાળકો અને મોટા બધાને ખુબ જ ભાવે છે. આજે તમને જણાવીશું સરળ પાણીપુરી ની પુરી બનાવવાની રીત
સામગ્રી
- 1 કપ રવા / સોજી લોટ
- 1 કપ મેંદા લોટ
- સ્વાદ માટે મીઠું
- એક ચમચી તેલ
- એક ચપટી સોડા
- પાણી લોટ ને ગુથવા માટે
બનાવવાની રીત
- એક બાવુલમાં સોજી, મેઇડા, મીઠું, સોડા અને તેલ નાંખો. ત્યારબાદ તેમાં ધીરે ધીરે પાણી ઉમેરી લોટ ને ગુંથી લો.
- ત્યાર થયેલા લોટ ને 25-30 મિનિટ માટે એક બાજુ રાખો.
- ત્યાર પછી, લોટને ફરી એક વાર હાથથી મસળી ને મુલાયમ ગુંથી લો અને પછી તેને ત્રણ ભાગમાં વહેંચો.
- લોટ ન તો સખત અથવા નરમ હોવો જોઈએ.
- પછી લોટ ના ટુકડા કરો. અને પાતળી પુરી ના આકાર પાથરી લો.
- આ સાથે જ ત્યાર કરેલી પૂરીને કપડાથી ઢાંકી દો નકર પુરી સુકાઈ જાશે.
- બધી આ રીતે પુરી બનાવો.
- હવે એક કડાઈમાં તેલ મધ્યમ તાપ પર ગરમ કરો.
- તેલ ગરમ થતાંની સાથે જ પુરી તળી લો. જ્યોતને ધીમી રાખો, નહીં તો ગોલ્ગપ્પા કડક નહીં બને.
- જ્યારે પુરી તૈયાર થઈ જાય, ત્યારે તેમને ખુલ્લા વાસણમાં 3 કલાક માટે રાખો. જેથી તેઓ સખત બને.
- જો કેટલાક પુરી ફૂલી નો હોઈ તો તેનો ઉપયોગ પાપડી (ચુરણ) તરીકે કરી શકાય છે.