સ્નાન કરાવતા સમયે પુજારીથી ભગવાન શ્રીકૃષ્ણની મુર્તિનો તુટી ગયો હાથ, મુર્તિ લઈને પુજારી ઈલાજ કરાવવા માટે પહોંચી ગયા હોસ્પિટલ

સ્નાન કરાવતા સમયે પુજારીથી ભગવાન શ્રીકૃષ્ણની મુર્તિનો તુટી ગયો હાથ, મુર્તિ લઈને પુજારી ઈલાજ કરાવવા માટે પહોંચી ગયા હોસ્પિટલ

દેશ અને દુનિયામાંથી દરરોજ કોઈને કોઈ તાજા સમાચાર બહાર આવે છે, જેમાંથી કેટલાક એવા સમાચાર છે જે ખૂબ જ આશ્ચર્યજનક છે. તે જ સમયે, કેટલાક સમાચાર એવા છે જે વ્યક્તિને ભાવુક કરી દે છે. આ દરમિયાન આગ્રાના કન્હૈયાના ભક્તિમાં ડૂબી જવાનો ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

હકીકતમાં આગ્રામાં ભગવાન શ્રીકૃષ્ણની અદ્દભુત ભક્તિનો એક ખુબ જ ભાવુક કરી દેતો મામલો સામે આવ્યો છે. શુક્રવારના દિવસે એક પુજારી ગોપાલજીને સ્નાન કરાવી રહ્યા હતા. આ દરમિયાન ગોપાલજીની પ્રતિમા તેમના હાથમાંથી છુટી ને નીચે પડી ગઈ, જેના કારણે ગોપાલજી ની મુર્તિનો હાથ તુટી ગયો.

જ્યારે પુજારીએ ભગવાન ગોપાલની તુટેલી મુર્તિ જોઈ તો તેને જોઈને તેઓ ધ્રુસકે ધ્રુસકે ખૂબ રડવા લાગ્યો. આંખોમાં આંસુ લઈને પુજારીએ ગોપાલજી ની મુર્તિમાં તુટેલા હાથને કપડામાં વીંટાળ્યું અને તેને લઈને હોસ્પિટલ પહોંચી ગયા. હોસ્પિટલ પહોંચ્યા બાદ લાઈનમાં ઉભા રહીને કેસ કઢાવ્યો. આ દરમિયાન પણ પુજારીની આંખોમાંથી આંસુ અટકી રહ્યા ન હતા. તેઓ સતત રડી રહ્યા હતા અને તેઓ ગોપાલજી ની મુર્તિનો ઈલાજ કરાવવા માટે આજીજી કરી રહ્યા હતા. પુજારી હોસ્પિટલમાં ગોપાલજી ને દાખલ કરવાની જીદ કરવા લાગ્યા હતા.

હોસ્પિટલ પહોંચીને પુજારીએ ડોક્ટર પાસે ભગવાન શ્રીકૃષ્ણની મુર્તિનો ઈલાજ કરવા માટે વિનંતી કરી અને રડતાં રડતાં જણાવ્યું હતું કે ભગવાનને સ્નાન કરાવતા સમયે શ્રીકૃષ્ણનો હાથ તુટી ગયો હતો. પુજારીએ ડોક્ટર્સને ભગવાન શ્રીકૃષ્ણના હાથ પર પ્લાસ્ટર લગાવવા માટે કહ્યું હતું.

હોસ્પિટલમાં ભગવાન શ્રીકૃષ્ણ ઈલાજ કરાવવા માટે કોઈ તૈયાર થતું ન હતું અને કેસ કાઢી આપવા માટે પણ તૈયાર ન હતું. જેના લીધે પુજારી ખુબ જ પરેશાન થઇ ગયા હતા. શ્રીકૃષ્ણને ઇલાજ ન મળવાની સ્થિતિમાં પુજારી એટલા દુઃખી થઈ ગયા હતા કે તેઓ ખુબ જ રડી રહ્યા હતા.

તેઓ એટલા દુઃખી થઈ ગયા હતા કે રડતા રડતા બેભાન પણ થઈ ગયા હતા. જેના લીધે ત્યાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. સુરક્ષાકર્મીઓએ પુજારીને ખુબ જ સમજાવવાની કોશિશ પણ કરી. પરંતુ તેઓ પોતાના ગોપાલજીને હોસ્પિટલમાં દાખલ કરાવવા માંગતા હતા જેથી તેમનો ઇલાજ થઇ શકે.

પુજારીના આગ્રહ પર પહેલા તો ડોક્ટરને કંઇ સમજમાં આવ્યું નહીં અને તેઓ પુજારીને સમજાવવા લાગ્યા કે મુર્તિને પ્લાસ્ટર કઈ રીતે કરી શકાય? પરંતુ જ્યારે પુજારી સતત ડોક્ટરને વિનંતી કરવા લાગ્યા તો ડોક્ટરે પુજારીની ભાવનાઓનું સન્માન કરીને ભગવાન શ્રી કૃષ્ણની મુર્તિનો ઈલાજ કરવા માટે સહમત થઈ ગયા. હોસ્પિટલના પ્રમુખ અધિક્ષક ડોક્ટર એકે અગ્રવાલનું જણાવ્યું છે કે તેમણે હોસ્પીટલમાં કેસ પણ ભગવાન ‘શ્રી કૃષ્ણ’ ના નામ પર કઢાવ્યો હતો.

ત્યારપછી હોસ્પિટલમાં ભગવાન શ્રીકૃષ્ણનો કેસ કાઢવામાં આવ્યો અને ત્યારબાદ ડોક્ટરોએ તેમની તપાસ કરીને પ્લાસ્ટર બાંધી દીધો. ત્યારબાદ પુજારી ખુબ જ ખુશ થઇ ગયા હતા. હોસ્પિટલ સ્ટાફ નું કહેવું છે કે આ પ્રકારનું મામલો પહેલી વખત જોવામાં આવ્યો છે. પુજારીની આ ભક્તિને જોઈને ત્યાં હાજર લોકો ગોપાલજીનાં દર્શન કરવા માટે એકત્રિત થઈ ગયા હતા. વળી આ આખો વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વિડીયો જોઈને લોકો પુજારીની ભક્તિભાવની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *