પત્નીએ ક્રૂરતાની તમામ હદ વટાવી, પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, બાદમાં પતિના મૃતદેહ સાથે કર્યું..

પત્નીએ ક્રૂરતાની તમામ હદ વટાવી, પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, બાદમાં પતિના મૃતદેહ સાથે કર્યું..

બિહારના મુઝફ્ફરપુરના ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બાલુઘાટ ખાતે પુસ્તકના વેપારી સુનીલ શર્માના ત્રણ માળના મકાનના ઉપરના માળે શનિવારે રાત્રે ભાડુઆત સુભાષ કુમારના રૂમમાં કેમિકલ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ હત્યા કરાયેલા એક વ્યક્તિના મૃતદેહને ઠેકાણે લગાવાના પ્રયાસમાં થયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, રાધા દેવીએ પોતાના બોયફ્રેન્ડ સુભાષ સાથે મળીને ફ્લેટમાં તેના પતિ વિમલ સહનીની હત્યા કરી હતી. મૃતદેહના 8 ટુકડા કરી ડ્રમમાં મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત મૃતદેહને ઓગાળવા માટે ડ્રમમાં યુરિયા, મીઠું અને એસિડ ભરવામાં આવ્યું હતું.

રૂમમાં દુર્ગંધ ન આવે એટલા માટે બારી અને દરવાજામાં કપડાં ભરવામાં આવ્યા હતાં. દરરોજ રાત્રે રૂમના ગેટ પર અગરબત્તી પ્રગટાવવામાં આવી હતી. ચાર દિવસ સુધી યુરિયા, સલ્ફ્યુરિક એસિડ અને મીઠા સાથે શરીર પીગળવાને કારણે એમોનિયમ નાઇટ્રેટ ગેસ બન્યો હતો.

એમોનિયમ નાઇટ્રેટના સંપર્ક અને સળગતી અગરબત્તીના સંપર્કમાં આવતા વિસ્ફોટ થયો હતો. જોકે એફએસએલની ટીમનું કહેવું છે કે કેમિકલનું પરીક્ષણ અને વિશ્લેષણ કર્યા બાદ જ સમગ્ર હકીકત જાણવા મળશે. બીજી બાજુ વિમલના ભાઈ દિનેશ સહનીના નિવેદન પર હત્યાની એફઆઈઆર નોંધવામાં આવી છે. મૃતકની પત્ની રાધા, બોયફ્રેન્ડ સુભાષ, સાળી કૃષ્ણ દેવી અને સાઢૂ વિકાસને આરોપી ગણવામાં આવ્યા છે.

મૃતક વિમલનો બિહારમાં ગેરકાયદે દારુનો ધંધો હતો

વિમલ બિહાર પોલીસના રડાર પર હતો કેમકે તે બિહારમાં ગેરકાયદે દારુનો ધંધો પણ કરતો હતો. તેના લીધે તે મોટા ભાગે છૂપાઈને રહેતો હતો તે દરમિયાન વિમલનો સાથી સુભાષ તેના ઘરે ઘણીવાર આવતો જતો રહેતો હતો. તે સમયે રાકેશની પત્ની અને સુભાષની ઓળખાણ થઈ હતી અને બંનેને એકબીજા સાથે પ્રેમ થયો હતો.

8 ટૂકડામાં મૃતદેહના કાપવામાં આવ્યો

પોલીસના જણાવ્યા અનુસાર, વિમલના મૃતદેહને 8 ટૂકડામાં કાપવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ તેને ડ્રમમાં રાખવામાં આવ્યો હતો. રુમમાંથી એક ચપ્પુ મળી આવ્યુ હતું. પોલીસને શંકા છે કે હત્યા કરવાના પ્રમુખ હથિયાર છુપાવી દેવામાં આવ્યા છે.

પ્રેમી અને પત્નીએ વિમલને રસ્તામાંથી હટાવવા ષડયંત્ર રચ્યું હતું

પોતાના પ્રેમમાં મૃતક વિમલ વચ્ચે આવતા પત્ની અને પ્રેમીએ વિમલને મારી નાખવાનું ષડયંત્ર રચ્યું હતું, તેમા તેની પત્નીની બહેન અને જીજાએ પણ સાથ આપ્યો હતો.

વિમલના ભાઈએ ન્યાયની માગણી કરતા એફઆઈઆર નોંધાવી

વિમલની પત્નીના સુભાષ સાથેના સંબંધોની જાણકારી સમગ્ર સમાજને હતી. વિમલના ભાઈએ હત્યાના કેસમાં પોલીસને ફરિયાદ નોંધાવી છે. તેણે એમ પણ જણાવ્યું હતું કે વિમલ થોડા દિવસ પહેલા જ પોતાના ઘરે આવ્યો હતો અને ભાડાના મકાનમાં રહી રહ્યો હતો. પોલીસ દ્વારા હાલ હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ દર્શાવામાં આવી રહ્યું છે.

admin