પોતાની મૃત પત્નીને યાદ કરતા પિતાનું દીકરી સાથે ફોટોશૂટ, તસ્વીરો જોઈને તમે પણ ભાવુક થઈ જશો

થોડા દિવસ પહેલા મેટરનિટી ફોટોશૂટની તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ છે પરંતુ આ ફોટોશૂટમાં કોઈ પતિ-પત્ની અને બાળક જન્મની નથી. વાયરલ થઈ રહેલી તસવીરોમાં એક પિતા અને તેની દીકરી અને તેની મૃત પત્ની છે.
અહેવાલ અનુસાર, જેમ્સ આલ્વરેઝે તેની 1 વર્ષની દીકરી એડલિન સાથે મેટરનિટી ફોટોશૂટ ફરીથી બનાવ્યું. જેમ્સે તેની દીકરી સાથે તે જ જગ્યાએ ફરી પોઝ આપ્યો જ્યાં તેણે તેની પત્ની સાથે ફોટોગ્રાફ કરી હતી.
View this post on Instagram
એક વર્ષ પહેલા પત્નીનું અવસાન થયું
જેમ્સની પત્ની યેસેનિયા એગ્યુલાર ચાલવા માટે બહાર ગઈ હતી અને તેને કારે ટક્કર મારી હતી. યેસેનિયા તે સમયે 35 અઠવાડિયાની ગર્ભવતી હતી. ડોક્ટરોએ સિઝેરિયન કરાવ્યું, છોકરી બચી ગઈ પરંતુ યેસેનિયાનું અવસાન થયું હતું.
View this post on Instagram
37 વર્ષીય જેમ્સે પત્નીને શ્રદ્ધાંજલિ આપવા માટે આ અનોખું ફોટોશૂટ કરાવ્યું છે અને આ તસવીરો વાયરલ થઈ રહી છે. હું મારી દીકરીના જન્મદિવસ પર કંઇક ખાસ કરવા સાથે મારી પત્નીને આદર આપવા માંગતો હતો.
View this post on Instagram
એડલિને તેની માતાની જેમ જ એક સુંદર ગુલાબી ડ્રેસ પહેર્યો હતો અને પિતા અને દીકરી તે જ સ્થળોએ ગયા હતા. જેમ્સે કહ્યું કે બે તસવીરોને એક સાથે જોવી એ તેમના માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી.