દરેકને પાછળ છોડી નાના શહેરનો પવનદીપ રાજન બન્યો ઇન્ડિયન આઇડલ 12મી સિઝનનો વિજેતા, મળી એક લક્ઝુરિયસ કાર અને 25 લાખનો ચેક

દરેકને પાછળ છોડી નાના શહેરનો પવનદીપ રાજન બન્યો ઇન્ડિયન આઇડલ 12મી સિઝનનો વિજેતા, મળી એક લક્ઝુરિયસ કાર અને 25 લાખનો ચેક

આ મહામારી દરમિયાન જ શોનું આયોજન થયું હતું. વચ્ચે એવો સમય પણ આવ્યો જેના લીધે શોનું શૂટિંગ, શિડ્યૂલ અને લોકેશન બધું ચેન્જ કરવું પડ્યું હતું. આ સિવાય શોના જજ, કન્ટેસ્ટ્ન્ટ્સ અને ગેસ્ટને પણ ટ્રોલ કરવામાં આવ્યા હતા. આખરે આ બધા ચડાવઉતાર પછી આજે આ શોની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ થઈ ચૂકી છે. લોકો ઘણા સમયથી આ સિઝનનો વિનર કોણ બનશે તેની રાહ જોતા હતા.

આ વખત પવનદીપ રાજને ટ્રોફી જીતી લીધી છે અને સાથે જ ઇનામમાં મળ્યા 25 લાખ રૂપિયા અને લક્ઝુરિયસ કાર પણ જીતી છે. આ વર્ષે ફાઇનલ સુધી પહોંચવામાં કન્ટેસ્ટન્ટ્સને ખુબ જ મહેનત કરવી પડી હતી.

આ બધા પડાવોને પાર કરી અને પોતાના પર્ફોર્મન્સમાં એકાગ્રતા રાખી 6 સિંગરે ફાઇનલ માટે દાવેદારી નોંધાવી હતી. આવું  પહેલી વખત બન્યું કે જ્યારે ઇન્ડિયન આઇડોલના ફાઇનલમાં 5ની જગ્યાએ 6 દાવેદાર હોય. પવનદીપ રાજન, શનમુખપ્રિયા, મોહમ્મદ દાનિશ, નિહાલ, અરુણિતા કાંજિવાલ અને સાયલી કાંબલે ફાઇનલના દાવેદાર બન્યા હતા. આ રિયાલિટી શોમાં ઘણા લોકો પાર્ટિસિપેટ કરે છે પણ બધાને જીતવાનો મોકો નથી મળતો.

જીત તો માત્ર એક જ વ્યક્તિની થાય છે. પરંતુ તેમાંના જ કેટલાક કલાકાર ભલે શો નથી જીતતા પણ લોકોના દિલ જીતી જાય છે. ઇન્ડિયન આઇડોલ 12માં પણ કેટલાક આવા સિંગર્સ રહ્યા છે. જેમણે દર્શકોની સાથે સાથે સેલેબ્સના પણ દિલ જીતી લીધા હતા.

જેમાં તેમને કરિયર બનાવવામાં ગોલ્ડન ચાન્સ મળ્યો છે. અરૂણિતા કાંજિવાલને એક બાજુ કરણ જોહરે ગાવાની ઓફર કરી તો ત્યાં કેટલાક કલાકારોને હિમેશ રેશમિયાએ આલ્બમ માટે ગીત ગવડાવ્યાં હતા. તો બીજી બાજુ લિજેન્ડ મ્યુઝિક ડિરેક્ટર બપ્પી લહેરી શોમાં આવ્યા ત્યારે પવનદીપની ગાયકીથી પ્રભાવિત થઈને તમને પોતાના સૌથી જૂના અને ગમતા તબલા ગિફ્ટમાં આપ્યા હતા.

સૌથી મજબૂત સ્પર્ધક માનવામાં આવતી અરુણિતા કાંજીલાલ સેકન્ડ રનર અપ રહી હતી. સાયલી કાંબલે ત્રીજા નંબરે હતી. તમને જણાવી દઈએ કે આ શો રવિવારે લગભગ 12 કલાક સુધી સતત ચાલ્યો હતો અને 12 વાગ્યે પવનદીપ રાજનને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ઇન્ડિયન આઇડોલના ઇતિહાસમાં આ પ્રથમ વખત હતું જ્યારે શોનું આયોજન 12 કલાક માટે કરવામાં આવ્યું હતું.

admin