આવી રીતે પનીર મસાલા નું શાક બનાવશો તો હોટલમાં ખાવાનું ભૂલી જશો

મસાલા પનીર એક ખૂબ જ સ્વાદિષ્ટ સબ્જી છે જે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. જાણો મસાલેદાર પનીરની રેસીપી.
સામગ્રી
- પનીર 500 ગ્રામ
- 1 ડુંગળી (ટુકડાઓમાં કાપેલી)
- 1 ટમેટા (ટુકડાઓમાં કાપેલી)
- એક ચમચી ગરમ મસાલા
- ત્રણ લીલા મરચાં
- 10 લસણના કળી
- કાજુ 10-12
- 1 મોટી ચમચી કસુરી મેથી
- અડધી નાની ચમચી લાલ મરચું પાવડર
- 1 નાની ચમચી હળદર
- જરૂર મુજબ પાણી
- સ્વાદ અનુસાર મીઠું
- અડધો કપ લીલો ધાણા
બનાવવાની રીત
- સૌથી પહેલા, કાજુને પીસીને પાવડર બનાવો.
- ત્યાર પછી કાજુ સાથે લસણ, ટમેટા, ડુંગળી, લીલા મરચા અને પાણી મિક્સ કરી પેસ્ટ બનાવો.
- એક કડાઈમાં તેલ મધ્યમ તાપ પર ગરમ કરો.
- તેલ ગરમ થાય કે તરત જ તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખો અને હલાવતા રહો. તેને 2 થી 3 મિનિટ માટે ફ્રાય કરો.
- જ્યારે મસાલા તેલ છોડવા માંડે ત્યારે હળદર, લાલ મરચું, કસૂરી નાખી હલાવો.
- એક મિનિટ પછી પનીર નાખો અને તેને મસાલા સાથે બરાબર મિક્સ કરો.
- પાણી ઉમેરો અને તેને ઢાંકી ને 5 મિનિટ માટે પકાવો. નિર્ધારિત સમય પછી ગેસ બંધ કરો.
- તમારું મસાલા પનીર તૈયાર છે.
- લીલા ધાણાથી ગાર્નિશ કરીને રોટલી કે નાન સાથે સર્વ કરો.
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો….. જેથી નવી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…..ધન્યવાદ