વધુ એક વખત આ કંપનીના ફોનમાં થયો જોરદાર ધમાકો, શું તમારી પાસે તો આ કંપનીનો ફોન નથીને..

OnePlus નું બજેટ સ્માર્ટફોન OnePlus Nord 2 લોન્ચિંગ બાદથી જ વિવાદોમાં સંપડાયેલો છે. માત્ર ત્રણ મહિનામાં ઘણા લોકોએ OnePlus Nord 2 માં આગ લાગવી અને ધમાકો થયો હોવાની ફરિયાદ કરી હતી. ઘણા મામલામાં તો યુઝરની ભુલને લીધે આવું જ થયું હોવાનું જણાવીને કંપનીએ હાથ ખંખેરી નાખ્યા હતા.
પરંતુ ઘણા મામલામાં વિવાદ વધવા પર કંપનીએ સેટલમેન્ટનું વચન આપેલ છે. તાજેતરમાં જ સુહિત શર્મા નામના એક યુઝરે દાવો કર્યો છે કે OnePlus Nord 2 આગ લાગવાને લીધે તે ગંભીર રીતે ઘવાયો હતો. આ મામલામાં ખુબ જ વિવાદ થયા બાદ હવે કંપનીએ ઇલાજનો ખર્ચ અને રિફંડ આપવાનું વચન આપ્યું છે.
સુહિત શર્માએ OnePlus Nord 2 ને બે મહિના પહેલાં જ એમેઝોનમાંથી ઓનલાઇન ખરીદ્યો હતો. ફોનમાં ધમાકો થતાં પહેલા ફોન ખુબ ગરમ થયો ન હતો અને અન્ય કોઇ સમસ્યા પણ આવી ન હતી. પેન્ટનાં ખિસ્સામાં અચાનકથી વિસ્ફોટ થયો હતો,જેનાથી સુહિત શર્મા ગંભીર રૂપે દાઝી ગયા હતા. સુહિત શર્મા હાલમાં હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે.
આ દુર્ઘટના પર OnePlus દ્વારા શું કહેવામાં આવ્યું
@OnePlus_IN Never expected this from you #OnePlusNord2Blast see what your product have done. Please be prepared for the consequences. Stop playing with peoples life. Because of you that boy is suffering contact asap. pic.twitter.com/5Wi9YCbnj8
— Suhit Sharma (@suhitrulz) November 3, 2021
અહેવાલો અનુસાર OnePlus દ્વારા પીડિત સાથે સંપર્ક કરવામાં આવેલ છે અને ફોનના તપાસ માટે પુણે સર્વિસ સેન્ટરમાં મોકલવામાં આવેલ છે. આ સિવાય કંપનીએ કહ્યું છે કે તેઓ પીડિતનાં સંપર્કમાં છે અને ઈલાજ નો બધો જ ખર્ચ કંપની આપશે. સાથોસાથ રિફંડની પણ પુરી રકમ આપશે. આ મામલાને લઈને કંપની સાર્વજનિક રૂપથી કોઈ નિવેદન આપ્યું નથી.
આ પહેલા પણ થઇ ચુક્યા છે આ પ્રકારના મામલાઓ
આ પહેલો બનાવ નથી કે કોઈ OnePlus Nord 2 માં આગ લાગી હોય. આ પહેલા પણ એક-બે વખત નહીં પરંતુ ઘણી વખત આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચુકી છે અને કંપની દર વખતે એક જ વાત કહે છે. આ પહેલા સપ્ટેમ્બરમાં OnePlus Nord 2 5G ને લઈને દિલ્હીના એક વકિલે દાવો કર્યો હતો કે તેનો તેના ફોનમાં વિસ્ફોટ થયા બાદ તેના ગાઉન માં આગ લાગી ગઈ હતી. આ દાવા પર OnePlus દ્વારા વકીલ વિરુદ્ધ નોટિસ રજુ કરવામાં આવી હતી. OnePlus દ્વારા દિલ્હીના વકીલ ગૌરવ ગુલાટીને સીજ એન્ડ ડિસિસ્ટ (cease and desist) લેટર પણ મોકલ્યો હતો.