હાડકા ના કટ-કટ અવાજને અવગણશો નહીં, આ ગંભીર બીમારીનો હોઈ શકે છે સંકેત..

આપણે જોયું હશે, ઘણી વાર અમુક લોકોના હાડકાંમાં કટ-કટ અવાજ આવતો હોય છે. હાડકાં ના કટ-કટ અવાજ એક પ્રકારનો રોગ છે. જેને ક્રેપિટસ કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિ નેઆવો અવાજ આવતો હોય કે કોઈ ભાગમાં દુખાવો થતો હોય તો તરત જ ડૉક્ટર પાસે તપાસ કરાવો.
ડોકટરોના કહેવા પ્રમાણે, જ્યારે શરીરના બે હાડકાં એક જગ્યાએ મળે છે. ત્યારે તેઓ એકબીજાને મળ્યા વગર આગળ વધે છે. હાડકાંનું સંયુક્ત મજબૂત કાર્ટિલેજ થી ઢંકાયેલું હોય છે. જેના કારણે તેઓ સરળતાથી મુમેન્ટ કરી શકે છે અને અવાજ આવતો નથી. જ્યારે કાર્ટિલેજ નબળુ થવા લાગે છે. ત્યારે હાડકાં માંથી અવાજ સંભળાય છે. હાડકાંમાંથી આવતા આ વારંવાર અવાજને ક્રેપિટસ રોગ કહેવામાં આવે છે.
જો આ રોગ ની સમયસર સારવાર ન કરવામાં આવે તો આ રોગ વધવા લાગે છે અને હાડકાંમાંથી વધુ અવાજ આવવા લાગે છે. એટલું જ નહીં ઘણી વાર લોકો બળતરાથી પણ પીડાય છે. આર્થરાઇટિસ એટલે કે સંધિવાની (સાંધાના દુઃખાવો) સમસ્યા પણ સામાન્ય બની રહી છે. આ સમસ્યા સામાન્ય રીતે હાથ, ઘૂંટણ અથવા કરોડરજ્જુમાં જોવા મળે છે. અસ્થિવા, આર્થરાઇટિસ આ રોગ એટલે કે સાંધાના દુઃખાવો મોટે ભાગે મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે. પરંતુ આજકાલ યુવાનો પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
આર્થરાઇટિસ ની બીમારી થવાના ઘણા કારણો છે. વધુ દારૂ અને ડ્રગનું સેવન કરનારા યુવક જલ્દીથી આ રોગનો શિકાર બને છે. આ સિવાય મેદસ્વીતા વધારવી એ પણ આ રોગ થવાનું મુખ્ય કારણ છે. તેથી, તમારે નશો ટાળવો જોઈએ અને તમારું વજન વધવા ન દેવું જોઈએ.
આ ઘરેલું ઉપાય અજમાવો
- આર્થરાઇટિસ અથવા જો તમને હાડકાંમાંથી અવાજ સંભળાય હોય તો તેલથી માલિશ કરો. સરસવનું તેલ ગરમ કરીને હળવા હાથથી રોજ મસાજ કરો. તમને ફરક પડશે.
- હાડકાંને મજબૂત રાખવા માટે ગોળનું દૂધ પીવો. દરરોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધ ગરમ કરો અને તેમાં ગોળ નાખો. આ દૂધ રોજ પીવાથી હાડકાં મજબૂત બને છે.
- કેલ્શિયમ હાડકાં માટે ઉત્તમ માનવામાં આવે છે. તેથી તમારે તમારા આહારમાં કેલ્શિયમ સમૃદ્ધ વસ્તુઓનો સમાવેશ કરવો જ જોઇએ. કેલ્શિયમયુક્ત ખોરાક ખાવાથી હાડકાના રોગ સામે રક્ષણ મળે છે.