પિતાની નોકરી ચાલી જતા પુત્રી શીખી ગાડી ચલાવવાનું, હવે કરી રહી છે આ કામ..

કોરોના લીધે તથા લોકડાઉનથી ઘણા લોકોનું જીવન બદલાઈ ગયું છે. કટકની 18 વર્ષની વિષ્ણુપ્રિયાને પૂછો. કોરોના પહેલા વિષ્ણુપ્રિયા પણ સામાન્ય વિદ્યાર્થીઓની જેમ સ્કૂલે જતી અને અભ્યાસ કરતી હતી અને તેમની આંખોમાં ડોક્ટર બનવાનું સપનું હતું. પરંતુ ગયા વર્ષથી તેમના જીવનમાં બધું જ બદલાઈ ગયું.
આ વિષ્ણુપ્રિયાના પિતા ડ્રાઇવરની નોકરી કરતા હતા. પરંતુ લોકડાઉનમાં કારણે તેને પોતાની નોકરી ગુમાવી દીધી. મુશ્કેલીઓનો પહાડ પરિવાર પર આવી ગયો. પરિવારમાં વિષ્ણુપ્રિયા સિવાય બે નાની દીકરીઓ પણ છે. તે પણ અભ્યાસ કરે છે. આવી સ્થિતિમાં પિતાની નોકરી ચાલી જતા ત્રણ ટક ભોજનની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી હતી. જે બચતના નાણાં ભેગા કર્યા હતા. તે પણ ખલાસ થવા લાગ્યા.
આવી સ્થિતિમાં, વિષ્ણુપ્રિયાએ મોટો નિર્ણય લીધો અને પરિવારનો ખુદ સહારો બનવાનું નક્કી કર્યું. વિષ્ણુપ્રિયાએ પોતાનો અભ્યાસ સ્થગિત કરી અને નોકરી શોધવાનું શરૂ કરી દીધી. વિષ્ણુપ્રિયાને લાગ્યું કે તે ફૂડ ડિલિવરી એપ્લિકેશન ઝોમેટોમાં લોકોના ઘરે ખાવાનું પહોંચાડવાનું કામ કરી શકે છે.
આ માટે વિષ્ણુપ્રિયાએ પહેલા જ તેના પિતાની મોટરસાયકલ ચલાવવાની શીખી લીધી. આ પછી તેણે ઝોમેટોની સ્થાનિક ઓફિસમાં ડિલિવરી એજન્ટની નોકરી માટે અરજી કરી.
આ ઇન્ટરવ્યૂ માં વિષ્ણુપ્રિયાની પસંદગી થઈ ગઈ. છેલ્લા 18 દિવસથી તે ફૂડ ડિલિવરીનું કામ ખૂબ સારી રીતે કરી રહી છે.આ કામ કરતી કટકની તે પહેલી છોકરી છે. આખા ઓડિશામાં આવી ઘણી છોકરીઓ હશે. લોકડાઉન દરમિયાન રણના રસ્તો અને સાંજે ડિલિવરીનું જોખમ હોવા છતાં વિષ્ણુપ્રિયાએ આ કામ કરવાનું નક્કી કર્યું.
વિષ્ણુપ્રિયા સવારે 11 થી સાંજના 6 વાગ્યા સુધી ઝોમોટો માટે ફૂડ ડિલિવરી કરે છે. આ ઉપરાંત સવારે 6 થી 10 સુધી તે પાડોશના બાળકોને ટ્યુશન પણ આપે છે.
વિષ્ણુપ્રિયાએ ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યું, હું 12 માં ધોરણમાં ભણતી હતી. મેં વિજ્ઞાન વિષય લીધો છે કારણ કે મારું સ્વપ્ન ડોક્ટર બનવાનું હતું. જ્યારે મારા પિતાએ નોકરી ગુમાવી ત્યારે બધું જ બદલાઈ ગયું. અમે ત્રણ બહેનો છીએ. હું માનું છું કે કોઈ કામ નાનું નથી હોતું. મારો પ્રયાસ છે કે પરિવારની જરૂરિયાતો પુરી કરવી અને સાથે સાથે મારી બંને બહેનોનો અભ્યાસ ચાલુ રહે.
વિષ્ણુપ્રિયાના માતા-પિતાને તેમની દીકરી પર ગર્વ છે. વિષ્ણુપ્રિયાની માતાએ કહ્યું, કેમ કે અમારો કોઈ દીકરો નથી, તે અમારા માટે એક દીકરા જેવી છે. લોકડાઉનમાં પતિની નોકરી ગુમાવ્યા પછી અમારું કુટુંબ ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું. આવી સ્થિતિમાં, વિષ્ણુપ્રિયાએ ઘરની કમાન પોતાના હાથમાં લીધી. આટલું કામ કરવા છતાં જ્યારે પણ તેને ફ્રી ટાઇમ મળે છે. ત્યારે તે તેના અભ્યાસના પુસ્તકો લઈને બેસે જાય છે.