આ હતા સાઉથના સૌથી મોંઘા લગ્ન, કરવામાં આવ્યો હતો આટલા કરોડોનો ખર્ચ, પાણીની જેમ પૈસા વહાવ્યા હતા
બોલિવૂડ સિતારાઓની જેમ સાઉથ સિનેમાના સિતારા પણ રહેવાની બાબતમાં દરેકને હરાવે છે. કરોડોની ફી હોય કે વૈભવી મકાનોમાં રહેવું. બોલિવૂડ કલાકારોની જેમ સાઉથ સિનેમાના સ્ટાર્સ ભવ્ય જીવન જીવવાનું પસંદ કરે છે. જે રીતે તેઓ પોતાની ફિટનેસ સાથે કોઈ પણ રીતે સમાધાન કરતા નથી, તેવી જ રીતે તેઓ કોઈપણ રીતે તેમની જીવનશૈલી સાથે સમાધાન કરતા નથી.
સાઉથ સિનેમાના એવા ઘણા કલાકારો છે જેમણે રહેણીકરણી અને ફેશનની બાબતમાં બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓને ટક્કર આપે છે.
લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચ્યા
દીપિકા રણવીર હોય કે અનુષ્કા વિરાટ આ બોલિવૂડ સિતારાઓએ ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા હતા. જ્યારે તેમના લગ્નમાં થયેલા ખર્ચની યાદી ચાહકોની સામે આવી ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું. પરંતુ બોલિવૂડ સ્ટાર્સની જેમ સાઉથ સિનેમાના પણ ઘણા એવા કલાકારો છે. જેમણે કરોડોનો ખર્ચ કરીને લગ્ન કર્યા જ નહીં પણ તેમના લગ્નમાં પાણીની જેમ પૈસા પણ વહાવ્યા હતા. ચાલો જોઈએ કે આ યાદીમાં કોનો કોનો સમાવેશ થાય છે.
એનટીઆર જુનિયર અને લક્ષ્મી

નંદમુરી તારકા રામા રાવ ઉર્ફે એનટીઆર જુનિયર લક્ષ્મી રાવ સાથે લગ્ન કર્યા હતા. લક્ષ્મી રાવ મશહૂર ઉદ્યોગપતિ શ્રીનિવાસ રાવની દીકરી છે. બંનેના લગ્ન ખૂબ ધામધૂમથી થયા. અહેવાલો અનુસાર, લક્ષ્મી રાવે પોતાના લગ્નમાં જે સાડી પહેરી હતી તેની કિંમત 1 કરોડ રૂપિયા હતી. તેમના પેવેલિયનને શણગારવામાં લગભગ 18 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમના લગ્નનો પ્રોજેક્ટ 300 મજૂરોએ સાથે મળીને પૂર્ણ કર્યો હતો. અહેવાલો અનુસાર એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેમના લગ્નમાં લગભગ 100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
બ્રહ્માણી રેડ્ડી અને રાજીવ રેડ્ડી

જનાર્દન રેડ્ડીએ વર્ષ 2016 માં પોતાની દીકરી ના લગ્ન ખૂબ ધામધૂમથી કર્યા હતા. અહેવાલો અનુસાર, સાઉથ ઇન્ડસ્ટ્રીમાં યોજાનાર આ સૌથી મોટા અને સૌથી મોંઘા લગ્નોમાંનું એક હતું. તેમની દીકરી બ્રહ્માણીના લગ્ન રાજીવ રેડ્ડી સાથે થયા હતા. તેમના લગ્નની વિધિ પાંચ દિવસ સુધી ચાલી હતી. જેમાં 50 હજાર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે બ્રહ્માણી રેડ્ડીએ તેના લગ્નમાં 17 કરોડની કાંજીવરમ સાડી અને 90 કરોડની જ્વેલરી પહેરી હતી. અહેવાલો અનુસાર, તેમના લગ્નનો સમગ્ર ખર્ચ લગભગ 550 કરોડ થયો હતો.
અલ્લુ અર્જુન એન સ્નેહા રેડ્ડી

સાઉથ સિનેમાનું મોસ્ટ ફેવરિટ કપલ કહેવામાં આવતા અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડી એ ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા હતા. માધાપુરમાં આ લગ્નને કવર કરવા માટે 40 ફોટોગ્રાફરો આવ્યા હતા. વેડિંગ ફોટોગ્રાફર જોસેફ રાધિકે કહ્યું કે, ‘આ લગ્નમાં 40 ફોટોગ્રાફરો હતા જેમણે લગ્નની દરેક ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી હતી. અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડીના લગ્નમાં ઘણા મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા.
સૂર્ય અને જ્યોતિકા

સાઉથ સિનેમા સ્ટાર સુરૈયાએ જ્યોતિકા સાથે મોટા અને ડ્રિમ લગ્ન કર્યા હતા. બંનેના લગ્નમાં ઘણો ખર્ચ કરવામાં આવ્યો હતો અને તે સાઉથ સિનેમાના સૌથી મોંઘા લગ્નોમાંનો એક હતો. અહેવાલો અનુસાર, જ્યોતિકાએ તેના લગ્નમાં 3 લાખનો લહેંગા પહેર્યું હતું. કમલ હાસન, ધનુષ અને એશ્વર્યા સહિત ઘણા સ્ટાર્સે તેમના લગ્નમાં હાજરી આપી હતી.
રામ ચરણ તેજા અને ઉપાસના કામિનેની

ચિરંજીવીના દીકરા રામ ચરણ તેજાએ તેની બાળપણની મિત્ર ઉપાસના કામિનેની સાથે લગ્ન કર્યા. વર્ષ 2012 માં બંનેના લગ્ન થયા હતા. અમિતાભ બચ્ચન, શ્રીદેવી, બોની કપૂર સહિત ઘણા મોટા બોલીવુડ સ્ટાર્સ આ બંનેના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ સિવાય ઘણા રાજકારણીઓએ પણ તેમના લગ્નમાં હાજરી આપી હતી. બંનેના લગ્નમાં ઘણો ખર્ચ થયો હતો.