પહેલા ખાવા માટે જ નહિ, આવા બધા કામ માટે પણ પોપકોર્ન વપરાતા હતા, જાણીને આશ્ચર્યચકિત થઈ જશો

આજે અમે તમને એવી મજેદાર વાત જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકો ખબર હશે. કેમ કે એ વસ્તુ છે બિલકુલ સામાન્ય પરંતુ છતાં લોકો તેના વિશે ના જાણતા હોય. પરંતુ આજે અમે એ વસ્તુ વિશેની તમને મહત્વની જાણકારી જણાવશું. જે ખુબ જ મહત્વપૂર્ણ છે અને મજેદાર પણ છે. તો ચાલો જાણીએ કે શું છે એ વસ્તુ.
આજના સમયમાં લોકો ફિલ્મોના ખુબ જ શોખીન બનતા જાય છે. મોટાભાગના લોકો હવે સિનેમામાં જ મુવી જોવા માટે જતા હોય છે. પરંતુ ફિલ્મમાં વચ્ચે ઈન્ટરવલ આવે ત્યારે લગભગ લોકો વચ્ચે કંઈક ખાવાનું પસંદ કરતા હોય છે. તેમાં પણ લોકો પોપકોર્ન ખાવાનું સૌથી વધારે પસંદ કરે છે. પોપકોર્ન એક એવી વસ્તુ છે. જે આખા વિશ્વમાં ખુબ જ ફેમસ છે. વિશ્વના લગભગ દરેક દેશોમાં પોપકોર્ન ખાવામાં આવે છે. લોકો તેને સ્નેક તરીકે પસંદ કરે છે. તો આજે અમે તમને પોપકોર્ન વિશે ઘણી બધી માહિતી જણાવીશું અને તેના ઈતિહાસ વિશે પણ જણાવશું.
તમને જાણીને ખુબ જ આશ્વર્ય થાય કદાચ, કેમ કે આજથી લગભગ 4000 વર્ષ પહેલા લોકો પોપકોર્ન ખાવા માટે ઉપયોગ કરતા ન હતા. ત્યારે લોકો પોપકોર્નને એક શણગાર, સજાવટની વસ્તુના ઉપયોગમાં લેતા હતા. આખી દુનિયામાં પોપકોર્ન સૌથી પહેલા અમેરિકાના મૂળ નિવાસી હતા એ લોકો ખાતા. પરંતુ ત્યાર બાદ ત્યાં યુરોપીયન લોકો પણ વસવાટ કરતા હતા. તો એ લોકોએ પણ પોપકોર્ન ખાવાનું શરૂ કરી દીધું. ત્યાર બાદ ધીમે ધીમે બધી જ જગ્યાએ લોકો ખાવા લાગ્યા.
તમને જણાવી દઈએ કે, પોપકોર્ન બનાવતી સૌથી પહેલી મશીન 1885 માં બની હતી. જેને આજે લગભગ 135 વર્ષ થઈ ગયા છે. આ મશીનને બનાવનારનું નામ છે ચાર્લ્સ ક્રેટર. જે અમેરિકાનો રહેવાસી છે. પરંતુ મિત્રો આ મશીનનો ઉપયોગ ત્યારે મગફળી શેકવા માટે કરવામાં આવતો હતો. પરંતુ ત્યાર બાદ તેનો ઉપયોગ પોપકોર્ન શેકવા માટે કરવામાં આવ્યો.
અંડ્ર્યૂ સ્મિથ નામના ઈતિહાસકાર છે. તેમના કહેવા અનુસાર ચાર્લ્સ ક્રેટર અને તેનો સાથીદાર આ મશીન સૌથી પહેલા 1893 થયેલ વર્લ્ડ ફેરમાં લાવ્યા હતા. ત્યારે આ બંને સાથીદારો લોકોને બોલાવી બોલાવીને પોપકોર્ન ચખાડતાં હતા. પોતાની જાહેરાત પણ આ બંને જાતે જ કરતા હતા.
પરંતુ તેવો ત્યારે આ મશીન સાથે એક બેગ પણ ફ્રી આપતા હતા. જેનાથી તેનું વહેંચાણ અને માર્કેટિંગ બંને થાય. તમને જણાવી દઈએ કે આજે ચાર્લ્સ ક્રેટરની અમેરિકામાં એક મોટી કંપની છે. જે આજે અમેરિકાની પોપકોર્નના મશીન બનાવતી સૌથી મોટી કંપની છે.
અહેવાલો અનુસાર, પોપકોર્નની શોધ ન્યુ મેક્સિકોમાં થઇ હતી અને અંદાજે તેના 4000 વર્ષ પહેલા થઇ હતી તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે પોપકોર્ન ચામાચિડિયા જેવી જગ્યા પર રહે તેવી ગુફાઓ માંથી મળી આવ્યું હતું. પરંતુ એ સમયના લોકોને આનો અંદાજ ન હતો કે આ વસ્તુને આપણે ખાઈ શકીએ. ત્યારના સમયમાં પોપકોર્નનો ઉપયોગ કોઈ વસ્તુને સજાવવા માટે કરતા. ત્યારના સમયમાં પોપકોર્નના લોકો આભુષણ બનાવતા હતા અને તેના ધારણ પણ કરતા હતા. પોપકોર્ન માથા પર અને ગળામાં પહેરવામાં આવતા.
આ માહિતી લગભગ ખુબ જ ઓછા લોકો જાણતા હશે, કેમ કે આપણે લગભગ પોપકોર્નનો સ્વાદ જ લેતા હોઈએ છીએ. પરંતુ તેની પાછળના ઈતિહાસને આપણે જાણતા નથી હોતા.