લોસ અન્જેલ્સ માં નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા ખુબ જ આલીશાન ઘર માં રહે છે , જુઓ એક ઝલક..

લોસ અન્જેલ્સ માં નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા ખુબ જ આલીશાન ઘર માં રહે છે , જુઓ એક ઝલક..

બોલિવૂડની ફેમસ અભિનેત્રી અને આંતરરાષ્ટ્રીય સ્ટાર પ્રિયંકા ચોપડા આજકાલ પોતાના પુસ્તક અનફિનિશડ ને કારણે હેડલાઇન્સમાં રહે છે. આ પુસ્તકમાં પ્રિયંકાએ પોતાના વ્યક્તિગત જીવનથી લઈને વ્યાવસાયિક જીવન સુધીના એકથી વધુ ઘટસ્ફોટ કર્યા છે.

પુસ્તકમાં પ્રિયંકાએ તેની આલીશાન લાઇફની એક ઝલક પણ બતાવી છે અને તેણે એ વાતનો ખુલાસો પણ કર્યો છે કે, લોકડાઉન દરમિયાન તે અમેરિકામાં પોતાના નવા ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો હતો. પ્રિયંકા અને નિક બંને તેમની વૈભવી જીવનશૈલી માટે ખુબ જ જાણીતા છે. તેના જીવનમાં ઘણી બધી વૈભવી વસ્તુઓ શામેલ છે.

નિક જોનાસ સાથે લગ્ન બાદ પ્રિયંકા ચોપડા અમેરિકા રહે છે. તે બંને પાસે બે વૈભવી મકાનો છે. અહેવાલો અનુસાર, લોસ એન્જલસના ઘરની કિંમત લગભગ 150 કરોડ છે. જેમાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. મૂવી થિયેટરો, જીમ, પૂલ, ઇન્ડોર બાસ્કેટબોલ કોર્ટ, લાઉન્જ અને રમતો પણ આ ઘરની શોભામાં વધારો કરે છે.

આ ઘર સિવાય નિક-પ્રિયંકાની ન્યુ યોર્કના મેનહટનમાં એક પેન્ટહાઉસ છે. જે ખૂબ જ સુંદર અને લક્ઝરી વસ્તુઓથી સજ્જ છે. વિદેશમાં આ બંને ઘર ઉપરાંત પ્રિયંકાના મુંબઇમાં એક ઘર છે. જેની કિંમત લગભગ 7 કરોડ આસપાસ છે. થોડા દિવસો પહેલા જ પ્રિયંકાએ આ મકાન ભાડેથી જેકલિન ફર્નાન્ડિઝને આપ્યું છે.

આ ત્રણ મકાનો સિવાય ગોવામાં પ્રિયંકા પાસે ખૂબ જ લક્ઝુરિયસ હોલિડે હોમ છે. જે તેણે 2013 માં ખરીદ્યું હતું. લગ્ન પહેલા વેકેશનની ઉજવણી કરવા માટે પ્રિયંકા નિકના હોલીડે હોમ પર ગયા હતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *