બેર્થડે પર નેહા કક્કરને મળ્યા પતિ રોહનપ્રિત પાસેથી ખાસ ગિફ્ટ, બર્થડે સેલિબ્રેશનની તસ્વીરો થઈ વાયરલ..

તાજેરતમાં નેહા કક્કર 33 વર્ષની થઈ ગઈ છે. તેણે તેનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. નેહાના પતિ રોહનપ્રીતસિંહે પત્ની માટે એક નાનકડી પાર્ટી ગોઠવી હતી, જેમાં ફક્ત પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
જન્મદિવસની ઉજવણીમાં નેહાએ બ્લેક ડ્રેસ પહેર્યો હતો. તેણે લાલ લિપસ્ટિક સાથે તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. સિમ્પલ લુકમાં પણ નેહા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ પાર્ટીની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નેહા ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. નેહાને તેના જન્મદિવસ પર પતિ તરફથી લાખો ભેટ મળ્યા છે.
તમને જણાવી દઈએ કે લગ્ન પછી નેહાનો આ પહેલો જન્મદિવસ હતો. આ કારણોસર નેહાના પતિ રોહનપ્રીત સેલિબ્રેશન દરમિયાન એકદમ ઉત્સાહિત લાગ્યાં હતાં. રોહનપ્રીતે તેના જન્મદિવસ પર વહેલી સવારે નેહાને એવી ગિફ્ટ આપી. જેનાથી તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ગિફ્ટમાં જે મળ્યું તે તેણે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યું છે.
નેહા કક્કરે કહ્યું કે તેમને રોહનપ્રીતે ગિફ્ટ હેમ્પર આપ્યું હતું, જેમાં ઘણી ચીજ-વસ્તુઓ હતી. રોહનપ્રીતે નેહાને તેના જન્મદિવસ પર એક પ્રેમ પત્ર પણ આપ્યો હતો. આવી વિશેષ ભેટ મળ્યા પછી નેહા ખુશ થઈ ગઈ અને બોલી, ઓહ બેબી, તમે સૌથી વધુ ક્યૂટ છો. આઈ લવ યૂ.
નેહાએ જન્મદિવસની ઉજવણીના ફોટા શેર કર્યા અને લખ્યું, મારા પ્રિન્સ ચાર્મિંગ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા પછી મારો પહેલો જન્મદિવસ. હું કહી શકતી નથી કે રોહને મને જે આપ્યું છે. તેણે મને જીવન આપ્યું, આ મારા જીવનનો શ્રેષ્ઠ જન્મદિવસ હતો, ભગવાનનો આભાર.
તેમણે આગળ લખ્યું, હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે મારા માટે દરેકને જવાબ આપવાનું અશક્ય છે અને જો મારી ટીમ બધાને જવાબ આપે છે તો તે ચીટીંગ ગણાય. મેં મારો ફોન પણ બંધ કર્યો છે. પરંતુ મેં તમારી પોસ્ટ્સ અને સંદેશા જોયા છે. તમે મારા પર જે પ્રેમ દેખાડ્યો તેના માટે મારી પાસે કોઈ શબ્દો નથી. આભાર એ ખૂબ નાનો શબ્દ છે. છતાં હું દરેકનો આભાર માનું છું. તમને બધાને ખૂબ જ પ્રેમ.
તે જ સમયે, રોહનપ્રીતે ઇંસ્ટાગ્રામ પર પત્ની સાથે રોમેન્ટિક તસવીર શેર કરી અને લખ્યું, મારી સાથે તમારો પહેલો જન્મદિવસ. હું ઈચ્છું છું કે હું તમને વધુ આપી શકું. કાઈ નહીં. જન્મદિવસની શુભેચ્છા, મારા જીવન, મારી રાણી નેહા કક્કર. આજે તમારો જન્મદિવસ છે. મારે કહેવું છે કે મેં અત્યાર સુધી તમારી જેટલી સંભાળ રાખી છે. આવનારાદરેક દિવસે, હું તેના કરતા વધુ સંભાળ રાખીશ.
તેમણે આગળ લખ્યું, તમે મને દરેક રીતે પ્રેમ કરો છો. હું વચન આપું છું કે હું તમને દરેક ખુશીઓ પણ આપીશ, હું તમારા પતિ હોવાનો મને ગર્વ છે. હું તમને વચન આપું છું કે હું મારા જીવનના દરેક મિનિટે તમને ખૂબ પ્રેમ કરીશ. હેપી બર્થ ડે મારા લવ.
ગિફ્ટ વિશે વાત કરીએ તો રોહનપ્રીતે નેહાને આઈફોન 12 તેમજ બેગ, ચોકલેટ અને વધુ આપ્યું છે. આ તસવીરમાં નેહા તેના આઇફોન વિશે ખૂબ જ ઉત્સાહિત અને ખુશ દેખાઈ રહી છે જે આછા બ્લુ કલરનો છે. પતિ તરફથી મળેલી ઘણી ગિફ્ટ જોઈને નેહા ખૂબ જ ઉત્સાહિત લાગી. તેણે ગિફ્ટ્સના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
નેહા કક્કર અને રોહનપ્રીતે 24 ઓક્ટોબર 2020 માં લગ્ન કર્યા છે. બંને લગ્નના કેટલાક મહિના પહેલા મ્યુઝિક વીડિયો નેહૂ દા વ્યાહના શૂટિંગ દરમિયાન મળ્યા હતા.
તેના પિતા અને માતા નેહાના જન્મદિવસની ઉજવણીમાં ખાસ હાજર રહ્યા હતા.