રાજકોટનું ગૌરવ વધારતી માત્ર દોઢ વર્ષની ‘ધીમહિ’, ગાયત્રી મંત્ર, કલર ઓળખવા, વાર્તાઓ અને કવિતાઓ કંઠસ્થ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું..

રાજકોટનું ગૌરવ વધારતી માત્ર દોઢ વર્ષની ‘ધીમહિ’, ગાયત્રી મંત્ર, કલર ઓળખવા, વાર્તાઓ અને કવિતાઓ કંઠસ્થ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું..

રાજકોટના દંપતીને ઘેર પુત્રી આવતા ને એક જ વર્ષમાં પતિનું અવસાન થયું, કુદરતના આ નિર્ણય બાદ પત્નીએ હાર ન માની અને જીવનના ઉતાર-ચઢાવ વચ્ચે દીકરીને એવી તાલીમ આપી કે સૌથી નાની ઉંમરે ગાયત્રી મંત્ર, 12 જ્યોતિર્લિંગના નામ, અંગ્રેજી માસના નામ, ધાર્મિક વાર્તાઓ, પ્રાણીઓ ઓળખવા, વાર્તાઓ અને કવિતા, કલર ઓળખવા, જનરલ નોલેજ કંઠસ્થ કરી માત્ર દોઢ વર્ષની ધીમહિ હિરેનભાઈ પંડ્યાએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી પોતાના પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. અને પિતાનું નામ ઉજ્વળ કર્યું છે.

ધીમહિના માતા પૂર્વીબેન હિરેનભાઈ પંડ્યા જણાવે કહે છે કે, દીકરી માત્ર એક વર્ષની હતી ત્યારે તેણે પિતાની છત્રછાયા ગુમાવી હતી, પરંતુ અમે હિંમત દાખવી અને ધીમહિને નિયમિત તાલીમ આપવાનું શરુ કર્યું.

દીકરી માત્ર દોઢ વર્ષની હતી, ત્યારથી જ તેને શ્રવણ અને મહાદેવની વાર્તાઓ, અંગ્રેજી માસના નામ, પ્રાણીઓ-કલરના નામ ઓળખવા, ગાયત્રી મંત્ર, બાર જ્યોતિર્લિંગના નામ વગેરે આવડતું હતું.

ધીમહિનું નામ ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં મોકલ્યું છે. ત્યાંની ટીમે વીડિયો મગાવ્યા અને રિસર્ચ કર્યું કે ગુજરાતમાં આટલી નાની ઉંમરમાં આવું ટેલેન્ટ ધરાવતું કોઈ બાળક ન હતું. આખરે ધીમહિના ટેલેન્ટને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *